“વ્યસનની મજા, મોતની સજા..” વાંકાનેરમાં સ્કૂલનાં બાળકોને ભણાવાયા પાઠ

- text


વાંકાનેર : વાંકાનેર ખાતે આજે જિલ્લા આરોગ્ય ખાતાનાં ડિસ્ટ્રીકટ ટોબેકો કન્ટ્રોલ સેલ (જિલ્લા તમાકુ નિયંત્રણ શાખા) દ્વારા સ્કૂલનાં બાળકોમાં તમાકુ અને વ્યસનથી થતા નુક્શાનો અંગે જાગૃતિ અને સમજણ આપતો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.શહેરની કિડ્ઝલેન્ડ ઈંગ્લીશ પ્રાયમરી સ્કૂલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં સ્કૂલનાં પ્રિન્સિપાલ મેહુલ શાહ અને ડિસ્ટ્રીકટ ટોબેકો કન્ટ્રોલ સેલનાં શેરસીયા સાહેબે વિદ્યાર્થીઓને તમાકુ અને અન્ય વ્યસનોથી શરીરને થતા ગંભીર નુક્શાનો અંગે સરળ ભાષામાં સમજણ આપી હતી. અને તેના આધારે સ્કૂલનાં વિદ્યાર્થીઓ વચ્ચે “તમાકુ અને વ્યસન” અંગેના નિબંધો લખી આપવા સ્પર્ધા પણ રાખવામાં આવી હતી.

- text

નિબંધ સ્પર્ધામાં વિજેતા કુલ 8 વિદ્યાર્થીઓને શેરસીયા સાહેબ તથા સ્કૂલનાં સ્ટાફનાં વરદહસ્તે પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યા હતા. ઉપરાંત સ્કૂલનાં નર્સરીથી ધોરણ 8 સુધીના તમામ વિદ્યાર્થીઓને તમાકુ અને વ્યસનથી થતા નુકશાન અંગે જાણકારીપૂર્ણ માહિતી આપતી પત્રિકાઓ પણ વિતરણ કરવામાં આવી હતી.

- text