મોરબીમાં તસ્કરોનો આંતક : 2 દુકાનોના તાળા તોડ્યા પણ કઈ હાથ ન લાગતા એક દુકાન સળગાવી દીધી

- text


લાતીપ્લોટમાં તસ્કરોએ એક સાથે 2 થી વધુ  દુકાનો તોડી અને એક પ્લાસ્ટિકની દુકાનમાં આગ લગાવી દીધી : દુકાન સળગાવી દેનાર અજણાયા શખ્સો સીસીટીવીમાં કેદ : પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી

મોરબી : મોરબીમાં તસ્કરોએ રીતસરનો આંતક મચાવ્યો છે. જેમાં મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં આવેલી 2 જેટલી દુકાનોમાં ગતરાત્રે તસ્કરોએ તાળા તોડ્યા હતા પણ કઈ માલમતા હાથ ન લાગતા તસ્કરોએ એક પ્લાસ્ટિકની દુકાન સળગાવી દેતા ભારે ચકચાર મચી ગઇ છે. આ કૃત્ય કરનાર અજાણ્યા શખ્સો સીસીટીવી કર્મરામાં કેદ થઈ ગયા છે. એ ડિવિઝન પોલીસ અને એલસીબી ઘટના સ્થળે દોડી જઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

- text

મોરબીના લાતી પ્લોટમાં ગતમોડી રાત્રે તસ્કરો ત્રાટક્યો હતા અને લાતી પ્લોટમાં આવેલી દુકાનોને નિશાન બનાવી હતી. જેમાં લાતી પ્લોટ 6 નંબરના ખૂણા પાસે આવેલ મીરા માર્કેટીંગના પણ તાળા તોડ્યા હતા પણ તેમાંથી માલમતા હાથ લાગી ન હતી. આથી મોમાઈ કેન્ડીની સામે આવેલ મહેશ પ્લાસ્ટિક નામની બે દુકાનના તાળા તોડીને ખાખાખોળા કર્યા હતા પણ એમાંથી કઈ હાથ ન લાગતા એક પ્લાસ્ટિકની દુકાનને તસ્કરોએ સળગાવી દીધી હતી. આથી આશરે રૂ 3 લાખ જેટલો પ્લાસ્ટિકનો માલ બળી ગયો હતો અને વાયરીગ પણ બળી ગયું હતું. એકંદરે આખી પ્લાસ્ટિકની દુકાન સળગીને ભસ્મીભૂત થઈ ગઈ હતી. આ ગતરાત્રીના બે થી અઢી વાગ્યાનો બનાવ છે અને દુકાન સળગાવી દેનાર અજાણ્યા શખ્સો સીસી ટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે. આ બનાવની જાણ થતાં એ ડિવિઝન પોલીસ સ્ટાફ અને એલસીબીનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી છે. જ્યારે તસ્કરોએ ચોરીને ઇરાદે દુકાન સળગાવી દેવાતાં લાતી પ્લોટના વેપારીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text