મોરબી પાલિકાના પૂર્વ પ્રમુખ સામે રૂ 20 હજારની લાંચ માંગ્યાનો ગુનો નોંધાયો

- text


2018માં પ્રમુખના કાર્યકાળ દરમ્યાન લાંચ માગ્યાનું તપાસમાં ખુલતા અંતે એસીબીએ ફરિયાદી બનીને ગુનો નોંધી તપાસ હાથ ધરી

મોરબી : મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સામે રૂ 20 હજારની લાંચ માંગ્યાનો ગુનો નોંધાતા પાલિકાના રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે.વર્ષ 2018માં પોતાના કાર્યકાળ દરમ્યાન તત્કાલીન પાલિકા પ્રમુખે રોજમદારનું બિલ પાસ કરવા માટે રૂ.20 હજારની લાંચ માંગી હતી.તે સમયે છટકામાં એસીબીને સફળતા મળી ન હતી. ત્યાર બાદ તપાસમાં પાલિકાના પૂર્વ પ્રમુખે લાંચ માંગ્યાનું ખુલતા એસીબીએ ખુદ ફરિયાદ નોંધાવીને તેમની સામે લાંચ માંગ્યાનો ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

- text

આ બનાવની એસીબી પાસેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબી પાલિકાના પૂર્વ પ્રમુખ ગીતાબેન કિશોરભાઈ કણજારીયા સામે રૂ.20 હજારની લાંચ માંગ્યાની ખુદ એસીબીએ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઇ છે. જેમાં ગીતાબેન કણજારીયા ગતતા 15 માર્ચ 2018ના રોજ પાલિકાના પ્રમુખ તરીકે ફરજ બજાવતા હતા.તે સમયના પાલિકાના રોજમદાર પાસેથી તેમનું બિલ પાસ કરવા માટે તત્કાલીન પાલિકાના પ્રમુખે રૂ.20 હજારની લાંચ માંગી હતી આથી રોજમદારે આ અંગે જે તે સમયે એસીબીમાં ફરિયાદ કરી હતી.પણ એસીબીએ તે સમયે છટકું ગોઠવ્યું હતું પણ એસીબીને જે તે સમયે આ લાંચ પ્રકરણમાં સફળતા મળી ન હતી.બાદમાં આ લાંચ પ્રકરણની એસીબીએ તટસ્થ તપાસ ચલાવી હતી. જેમાં તત્કાલીન પાલિકાના પ્રમુખે રૂ 20 હજારની લાંચ માંગ્યાનું ખુલતા આજે એસીબીએ આ મામલે ગુનો નોંધ્યો હતો.રાજકોટ ગ્રામ્ય એસીબીના પી.આઇ એન. કે વ્યાસે મોરબી પાલિકાના પૂર્વ પ્રમુખ ગીતાબેન કણજારીયા સામે 15 માર્ચ 2018ના રોજ રોજમદારનું બિલ પાસે કરવા માટે રૂ.20 હજારની લાંચ માંગ્યાની ફરિયાદ નોંધાવી છે.આ બનાવની આગળની તપાસ રાજકોટ શહેર એસીબીના પી.આઇ એચ.એસ આચાર્ય ચલાવી રહ્યા છે.ત્યારે પૂર્વ પાલિકા પ્રમુખ સામે લાંચનો ગુનો નોંધાતા પાલિકાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text