વાંકાનેર : મોગલ માતાજીના મંદિરે ચોરી થયેલી દાનપેટી અને ચુંદડી મળી આવી

- text


મંદિર નજીકના અવાવરું વિસ્તારમાંથી આ બન્ને વસ્તુઓ મળી આવતા ભક્તોએ રાહત અનુભવી

વાંકાનેર : વાંકાનેર તાલુકાના રંગપર ગામ નજીક બાઉન્ડરી પાસે આવેલ મોગલ માતાજીના મંદિરેથી થોડા સમય પહેલા દાનપેટી અને ચુંદડીની ચોરીનો બનાવ બન્યો હતો.ત્યારે મંદિર નજીક અવાવરું વિસ્તારમાંથી આજે મંદિરની દાનપેટી અને ચુંદડી સલામત રીતે હેમખેમ મળી આવતા માઈ ભક્તોએ રાહત અનુભવી હતી.

વાંકાનેર તાલુકાના બાઉન્ટ્રી પાસે આવેલ રંગપર ગામે આઈ શ્રી મોગલ માતાજીના મંદિરે થોડા દિવસો પહેલાં અજાણ્યા શખ્સો દ્વારા મંદિરના તાળા તોડી મંદિરમાં રાખેલી દાનપેટી તેમજ માતાજીનો ભેળીયો (ઓઢણી) ચોરી કરી ગયા હતા. આ ચોરીના બનાવથી માઈ ભક્તોની લાગણી દુભાઈ હતી અને મંદિરમાં ચોરી કરનાર સામે રોષ ભભૂકી ઉઠ્યો હતો.ત્યારે આજે મંદિરથી થોડે દૂર અવાવરું જગ્યામાંથી ચોરી થયેલી દાનપેટી તેમજ ચુંદડી મળી આવી હતી.જેમાં ચોરી થયેલી દાનપેટી સહી સલામત છે.અને તેમાંથી એક પણ રૂપિયો લઈ શકાયો નથી તેવું ભક્તો પાસેથી જાણવા મળ્યું છે.એવી પણ ચર્ચા થઈ રહી છે કે, ચોરી કર્યા બાદ અજાણ્યા શખ્સથી આ દાનપેટી ન ખુલી હોય એટલે અહીં રેઢી હાલતમાં છોડીને નાસી ગયો હશે.પણ એકંદરે આ બન્ને વસ્તુઓ હેમખેમ મળી આવતા માતાજીના ભક્તોમાં અનેરી શ્રદ્ધા જન્મી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text