ટાટની પરીક્ષાના ઉમેદવારોની ભરતી મુદે 30મીએ ગાંધીનગર ખાતે આંદોલનમાં મોરબીના શિક્ષકો જોડાશે

- text


ટાટની પરીક્ષા પાસ કરનાર 1.35 લાખ ઉમેદવારોની ભરતી ન કરાતા અંતે ઉમેદવારોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો

મોરબી : ટાટની પરીક્ષા પાસ કરી હોવા છતાં રાજ્યના 1.35 ઉમેદવારોની માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં ભરતી ન કરતા અંતે આ ઉમેદવારો સરકાર સામે જંગે ચઢ્યા છે અને30 જુલાએ રાજ્યભરના ઉમેદવારોએ ગાંધીનગર ખાતે ઉપવાસ આંદોલન કરવાનો માર્ગ અપનાવ્યો છે.જેમાં મોરબીના ઉમેદવારો જોડાશે.

- text

મોરબીમાં ટાટની પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોએ જણાવ્યું હતું કે,વર્ષ 2017માં ટાટ-1અને 2ની પરીક્ષામાં માટે ફોર્મ ભરાયા હતા. ત્યારબાદ 2018માં આ પરીક્ષા લેવામાં આવી હતી પરેતું પેપરલીક થઈ જવાથી આ પરીક્ષા કેન્સલ થઈ હતી અને ફરી આ પરીક્ષા ગત જાન્યુઆરી2019માં લેવાઈ હતી.જેમાં મોરબી સહિતના રાજ્યભરના 1.35 લાખ ઉમેદવારોએ ટાટની પરીક્ષા પાસ કરી હતી.તેથી આ પરીક્ષા પાસ કરનાર આ તમામ ઉમેદવારોની ટુક સમયમાં જ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભરતી કરવાની હોય છે.પણ અગાઉ પરીક્ષા લેવાની પ્રક્રિયામાં ઉમેદવારોના બે વર્ષ બગડ્યા હતા અને હવે પરીક્ષા પાસ કરી હોવા છતાં ઘણા સમયથી ભરતી ન કરાતા ઉમેદવારો મુશ્કેલીમાં મુકાયા છે.આ બાબતે અનેક વખત રજુઆત કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી ન કરાતા અંતે ઉમેદવારોએ સરકાર સામે મોરચો માંડ્યો છે.અને તા.30મીએ ગાંધીનગર ખાતે ઉમેદવારોએ ઉપવાસ આંદોલન કરવાની જાહેરાત કરી છે.જેમાં મોરબીના ઉમેદવારો જોડાશે.

- text