મોરબી સ્વચ્છતા અભિયાન ટીમ દ્વારા વાવડી રોડ પર સફાઈ કરાઈ

- text


ટીમ દ્વારા 5 ટ્રેકટર કચરાનો નિકાલ કરાયો

મોરબી : મોરબીને સ્વચ્છ બનાવવાની નેમ સાથે શરૂ થયેલું સ્વચ્છતા અભિયાન વેંગવંતુ બન્યું છે. જેમાં આ રવિવારે સ્વચ્છતા અભિયાનની ટીમ દ્વારા વાવડી રોડ આસપાસના વિસ્તારોમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને સ્વચ્છતા અભિયાનની ટીમના 70થી વધુ સભ્યોએ જોડાઈને સઘન સફાઈ કરી 5 ટ્રેકટર કચરાનો નિકાલ કર્યો હતો.

મોરબીને સ્વચ્છ અને સુંદર બને તે માટે એક ઉજળા સંજોગો નિર્માણ થયા છે. ખાસ કરીને તબીબો તથા ઉધોગકારો, વૃદ્ધો, યુવાનો અને બાળકો સહિતના જાગૃત નાગરિકોએ મોરબીને સ્વચ્છ બનાવ માટે બીડું ઉઠાવ્યું છે અને સફાઈ અભિયાન દર રવિવારે નિયમિત રીતે ચલાવતા સફાઈમાં ઉદાસીન રહેતા પાલિકા તંત્રએ પણ સહકાર આપવાનું શરૂ કર્યું છે. આ સ્વચ્છતા અભિયાનના નિષ્ઠાપૂર્વકના પ્રયાસોથી લોકોમાં હવે ધીરેધીરે જાગૃતિ આવી રહી છે. આ સ્વચ્છતા અભિયાનની ટીમ દ્વારા દર રવિવારે શહેરના કોઈને કોઈ વિસ્તારમાં છેલ્લા 15 સપ્તાહથી સફાઈ અભિયાન હાથ ધરવામાં આવે છે. ત્યારે આ રવિવારે મોરબી સ્વચ્છતા અભિયાનની ટીમ દ્વારા વાવડી રોડ પરની સોમૈયા સોસાયટી સહિતના આસપાસના વિસ્તારોમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં આ અભિયાનની ટીમના 70થી વધુ લોકો પાવડા,તગારા અને સાવરણા લઈને કલાકો સુધી શ્રમયજ્ઞ ચલાવીને 5 ટ્રેકટર ભરાય તેટલો કચરાનો નિકાલ કરીને આ વિસ્તારને ચોખ્ખો ચણાક કરી નાખ્યો હતો.

- text

- text