મોરબી : નાલંદા કિડ્સ સ્કૂલમાં અબ્દુલ કલામના નિર્વાણદિનની ઉજવણી

- text


શાળામાં વિજ્ઞાનમેળાનું આયોજન કરાયું : 110 જેટલા બાળકોએ 21 જેટલા પ્રોજેક્ટ રજૂ કર્યા

મોરબી : મોરબીના કેનાલ રોડ પર અવની ચોકડી પાસે આવેલી નાલંદા કિડ્સ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં ભારતના મહાન વૈજ્ઞાનિક અને પૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામના નિર્વાણદિન નિમિતે આજરોજ તારીખ 27ને શનિવારે વિજ્ઞાનમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 110 જેટલા બાળકોએ ભાગ લીધો હતો. મોરબીની નાલંદા કિડ્સ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં આજરોજ એ.પી.જે. અબ્દુલ કલામના નિર્વાણદિન નિમિતે વિજ્ઞાનમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિજ્ઞાનમેળામાં 110 જેટલા બાળકોએ ભાગ લીધો હતો. નાના નાના બાળકોએ 2 જેટલા પ્રોજેક્ટ રજૂ કર્યા હતા, જેમાં પર્યાવરણની સુરક્ષા, ડ્રિપ ઇરીગેશન એટલે કે ટપક સિંચાઈ પદ્ધતિ, વરસાદી પાણીનો સંગ્રહ વગેરે જેવા પ્રોજેક્ટ બનાવ્યા હતા. આવા પ્રોજેક્ટ ઉપરાંત બાળકોએ જુદા જુદા વૈજ્ઞાનિકોના વેશ પણ ધારણ કર્યા હતા અને આ વૈજ્ઞાનિકો વિશે લોકોને રસપ્રદ માહિતી પણ આપી હતી. આ મેળાને સફળ બનાવવા માટે શાળાના સંચાલક નિયતીબેન માજોઠીયા, અર્ચનાબેન સાહીનાઓએ ખુબ જહેમત ઉઠાવી હતી.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text