ટંકારાના લતીપર રોડ પરથી 102 બોટલ દારૂ ભરેલી મારૂતિ કાર રેઢી મળી

- text


ટંકારા : ટંકારામાં પોલીસ સ્ટાફે બાતમીના આધારે લતીપર હાઇવે રોડ ઉપર આવેલ ઉમિયા આશ્રમની પાછળથી રેઢી હાલતમાં પડેલી વિદેશી દારૂ ભરેલ મારૂતિ કારને ઝડપી લીધી હતી. ટંકારા પોલીસે 102 બોટલ દારૂ ભરેલી મારુતિ કારનો કબ્જો મેળવીને બુટલેગરોનું પગેરું મેળવવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બનાવ અંગે મળતી વિગતો મુજબ ગત સાંજે ટંકારા પોલીસ મથકના પી.એસ આઇ. એલ.બી. બગડા પોલીસ સ્ટાફ વિશ્ર્વરાજ સિંહ ઝાલા, રવિભાઇ ડોડીયા, રાહુલ ભાઇ છૈયા વગેરે લતીપર ચોકડીએ પેટ્રોલિંગમાં હતા. ત્યારે લતીપર રોડ ઉપર જબલપુરના પાટીયા પાસે આવેલ ઉમિયા આશ્રમની પાછળ શંકાસ્પદ હાલતમાં એક કાર રેઢી પડી હોવાની માહિતી મળી હતી. આથી ટંકારા પોલીસે ત્યાં દોડી જઈને તપાસ કરતા મારૂતિ કાર G.J 14 E 1646માંથી વિદેશી દારૂ ની 102 બોટલ મળી આવી હતી.જેમાં સ્પેશિયલ વ્યસ્કી સેલ ફોર અરૂણાચલપ્રદેશ કિમત રૂ.30600ની કિંમતની 102 દારૂની બોટલો તથા મારૂતિ કાર કિમત રૂ.50 હજાર મળી કુલ રૂ.80600નો મુદાબાલ જપ્ત કર્યો હતો. આ અંગેની ફરીયાદ ફિરોજખાન ઇબ્રાહિમ ખાન પઠાણ પો.હે .કો.ટંકારાએ નોંધી આગળની તપાસ હાથ ધરી છે અને કોણ અહીં રેઢી હાલતમાં દારૂ ભરેલી કાર મૂકી ગયું તે અંગે સઘન તપાસ હાથ ધરી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text