લાલપર પાસે ટ્રક પાણી ભરેલી કેનાલમાં ખાબક્યો : કોઈ જાનહાની નહિ

- text


મોરબી : મોરબી નજીક લાલપર સ્થિત એક ફેક્ટરીમાંથી એક ટ્રક બહાર નીકળતા સમયે પાણી ભરેલી કેનાલમાં ખાબક્યો હતો. બનાવને પગલે ઘટના સ્થળે લોકોના ટોળા જમા થઈ ગયા હતા. જોકે બનાવમાં કોઈ જાનહાની થઈ નથી.

બનાવની સ્થળ પરથી પ્રાપ્ત વિગતો અનુસાર લાલપર નજીક આવેલી ઝેડ ગ્રેનેટો નામની ફેક્ટરીમાંથી એક ટોરસ ટ્રક માલ ખાલી કરીને બહાર નીકળી રહ્યો હતો ત્યારે ડ્રાયવરની ગફલતથી ટ્રક વણાંક લેવાને બદલે સીધો કેનાલમાં ખાબક્યો હતો. કેનાલમાં હાલ પાણી વહી રહ્યું હોવાથી ટ્રક લગભગ ડૂબી ગયો હતો. જો કે ડ્રાયવર અને ક્લીનર ઝડપથી કેનાલના કાંઠે આવી જતા બન્નેનો ચમત્કારી બચાવ થયો હતો. આજે સવારે 9:30 થી 10:00 વાગ્યાની વચ્ચે બનેલા આ બનાવ બાદ હાલ મોટી ક્રેન બોલાવીને ટ્રકને કેનાલમાંથી બહાર કાઢી લેવામાં આવ્યો છે. ટ્રકમાં નુકશાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. બનાવને પગલે સ્થળ પર ડૂબેલા ટ્રકને નિહાળવા તથા ટ્રકને બહાર કાઢવાની કામગીરી જોવા લોકો એકઠા થઇ ગયા હતા.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text