મોરબીમા સેમિનાર અને વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો યોજી ઇન્કમટેક્ષ ડેની ઉજવણી કરાઈ

- text


ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ અને મોરબી અપડેટ દ્વારા નવયુગ શૈક્ષણિક સંકુલના સહયોગથી યોજાયા કાર્યક્રમો : જોઈન્ટ કમિશનરે વિદ્યાર્થીઓને આપી વિશેષ માહિતીઓ

મોરબી : મોરબીમાં ઇન્કમટેક્ષ વિભાગ અને મોરબી અપડેટ દ્વારા નવયુગ શૈક્ષણિક સંકુલના સહયોગથી શાળામાં સેમિનાર અને વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો યોજીને આવકવેરા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જોઇન્ટ કમિશનર દ્વારા વિદ્યાર્થીઓને વિશેષ માહિતીઓ પણ પ્રદાન કરવામાં આવી હતી.
મોરબી ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ અને મોરબી અપડેટ દ્વારા નવયુગ શૈક્ષણિક સંકુલના સહયોગથી તેમના સંકુલ ખાતે આવકવેરા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોરબી રેન્જના આવકવેરાના જોઈન્ટ કમિશનર અરવિંદ સોનટક્કેની અધ્યક્ષતામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ત્યારબાદ આવકવેરા જાગૃતિ અંગે સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં જોઈન્ટ કમિશનર દ્વારા વિદ્યાર્થીઓને જનતા જે આવકવેરો ભરે છે તે ક્યાં ક્યાં વાપરવામાં આવે છે. તે સહિતની માહિતીઓ આપવામાં આવી હતી.

- text

આ કાર્યક્રમમાં ઇન્કમટેક્ષ વિભાગના ડે. કમિશનર હેમાંશુ જોશી, આઇટી ઓફિસર રાજીવ મિશ્રા, હિતેશ જાની, વિજય કરકર, ઓફીસ સુપ્રીટેન્ડેન્ટ જયેશ ચૌહાણ, ઇન્સ્પેક્ટર અશોક કુમાર, નવયુગ સંકુલના પી.ડી. કાંજીયા, બળદેવભાઈ સરસાવાડીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. નવયુગ શૈક્ષણિક સંકુલના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં આ કાર્યક્રમને ઉત્સાહ પૂર્વક માણ્યો હતો.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text