મોરબી : અજંતા- ઓરપેટમા પરમાણુ સહેલી ડો.નીલમ ગોયલનો સેમિનાર યોજાયો

- text


2 હજાર જેટલા કર્મચારીઓએ રસપૂર્વક અણુઉર્જા વિશે ઝીણવટભરી માહિતી મેળવી

મોરબી : અજંતા- ઓરપેટમા પરમાણુ સહેલી નીલમ ગોયલનો સેમિનાર યોજાયો હતો. જેમાં લગભગ 2000 કર્મચારીઓ તેમજ અધિકારીઓની સાથે ડો. નિલમ ગોયલ (ભારતની પરમાણુ સહેલી) દ્વારા દેશમાં વીજળીની ઉપયોગીતા, તેના વિભીન્ન સ્ત્રોત તેમજ તેની ક્ષમતા અંગે માહિતી પ્રદાન કરવામાં આવી હતી. આ તકે તેઓએ મોરબીમાં પરમાણુ વીજ ઘરની ઉપયોગીતા અંગે જણાવ્યું હતું. સાથે પરમાણુ ઉર્જા અંગે પ્રવર્તતી ખોટી માન્યતાઓ દુર કરી હતી.

પરમાણુ ઈંધણના ક્ષેત્રમા ભારત સમગ્ર વિશ્વમાં પ્રથમ સ્થાને છે. જેનાથી બનતી વીજળીની કિંમત ઉપભોકતા સુધી લગભગ ૨.૦૦ રૂપિયા પ્રતિ યુનિટે આવે છે અને પૂર્ણ રૂપે હરીત વિજળી છે. અજંટા ઓરપેટના સંસ્થાપક પ્રવિણભાઈ ભાલોડીયાએ સુઝાવ દીધો કે જ્યાં પણ પરમાણુ વિજ ઘર લાગ્યા તે ક્ષેત્રમાં વિજળીની કિંમતના દર સસ્તા હોવા જોઈએ. કારણ કે ક્ષેત્રીય જનતામાં પરમાણુ વીજ ઘર અંગે હકારાત્મક વાતાવરણ બની શકે. અજંતાના દરેક કર્મચારીઓ તેમજ અધિકારીઓએ કાર્યક્રમને બહુ ધ્યાનથી સાંભળ્યો અને પરમાણુ સહેલી દ્વારા ચલાવવામાં આવી રહેલા આ અભિયાનમાં દરેકે સહકાર આપવાના સોગંદ પણ લીધા અને મિશન માટે પોતાની શુભેચ્છા પણ વ્યક્ત કરી હતી.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text