મોરબી જિલ્લા આયુર્વેદિક અધિકારીનો ચાર્જ ડો. વડાવીયાને સોપાયો

- text


અત્યાર સુધી રાજકોટના ચાર્જમાં ચાલતી જગ્યા પર હળવદ સરકારી આયુર્વેદિક હોસ્પિટના ડોક્ટરને ચાર્જ સોપાયો

મોરબી : મોરબી જિલ્લા પંચાયતમાં જિલ્લા આયુર્વેદિક કચેરીમાં અત્યાર સુધી રાજકોટથી ચાર્જમાં સોંપાયેલા અધિકારી દ્વારા કાર્યવાહી ચલાવવામાં આવી રહી હતી. ત્યારે તાજેતરમાં આ જગ્યા માટે હાલ હળવદ સરકારી આયુર્વેદિક હોસ્પિટલના અનુભવી ડોક્ટરની નિમણુંક કરવામાં આવી છે. મોરબી જિલ્લા પંચાયતમાં આયુર્વેદિક ડિપાર્ટમેન્ટમાં અત્યાર સુધી રાજકોટના ચાર્જ વાળા અધિકારી દ્વારા કાર્યવાહી ચલાવવામાં આવતી હતી. ત્યારે હાલમાં હળવદ ખાતે ઘણા સમયથી સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા અને એ વિસ્તારમાં એમના સરળ સ્વભાવ માટે જાણીતા ડૉ. પ્રવીણ વડાવીયાની મોરબી ખાતે નિમણુંક કરવામાં આવતા અત્યાર સુધી રાજકોટના ચાર્જમાં ચાલતી જગ્યા પર મોરબી જિલ્લાના અધિકારી મુકાયા છે. ડૉ. પ્રવીણ વડાવીયા હળવદ તાલુકામાં ઘણા વર્ષોથી કાર્યરત હતા. જ્યાં તેઓએ આયુર્વેદિક હોસ્પિટલનું સફળ સંચાલન કરી બહોળો અનુભવ મેળવેલો છે. અત્યંત વિનમ્ર તેમજ સાલસ સ્વભાવને કારણે હળવદમાં તેઓ ખૂબ ખ્યાતિ પ્રાપ્ત કરી ચુક્યા છે. જેનો લાભ હવે સમગ્ર મોરબી જિલ્લાના લોકોને મળશે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text