149 વર્ષ પછી ગુરુ પૂર્ણિમાના દિવસે ચંદ્ર ગ્રહણનો દુર્લભ યોગ : તમામ રાશિ ઉપર અસર પાડશે

- text


આ ગ્રહણ મેષ, કર્ક, તુલા, કુંભ, મીન રાશિના જાતકો માટે ઉત્તમ જ્યારે વૃષભ, મિથુન, કન્યા, વૃશ્ચિક, ધન, મકર રાશિના જાતકો માટે નબળું અને સિંહ રાશિ માટે મધ્યમ ફળદાયી રહેશે

મોરબી : 16 જુલાઈની રાત્રે ચંદ્ર ગ્રહણ થશે. આ ગ્રહણ ભારતમાં જોવા મળશે. ગુરુ પૂર્ણિમાના દિવસે આ ચંદ્ર ગ્રહણ થઈ રહ્યું છે. ભારત સાથે આ ગ્રહણ ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, એશિયા, યુરોપ અને દક્ષિણ અમેરિકામાં જોવા મળશે. જ્યોતિષાચાર્ય જીગ્નેશ ભાઈ પંડ્યા ગોલ્ડ મેડાલિસ્ટ કાશી વાળા હાલ મોરબી (મોબાઈલ નંબર 9426973819)ના જણાવ્યા મુજબ 16 જુલાઈની રાત્રે 1.30 વાગ્યે ગ્રહણ શરૂ થશે. જેનું 17 જુલાઈ સવારે 4.30 વાગ્યે પૂરું થશે. ત્રણ કલાક આ ગ્રહણ રહેશે. 149 વર્ષ પહેલા આવો દુર્લભ યોગ બન્યો હતો. 12 જુલાઈ 1870ના રોજ ગુરુ પુર્ણિમાના દિવસે ચંદ્ર ગ્રહણ થવાનો યોગ સર્જાય હતો. એ સમયે પણ શનિ, કેતુ અને ચંદ્ર ધન રાશિમાં હતા. સૂર્ય અને રાહુ મિથુન રાશિમાં હતા.12 રાશિની આ ગ્રહણ ઉપર અસર આ પ્રમાણે રહેશે.

મેષ રાશિ : આ રાશિના જાતકો માટે ગ્રહણનો યોગ શુભ રહેશે. આ લોકોને સફળતાની સાથે માન-સન્માન મળશે. ધનલાભ થવાની પણ સંભાવના છે.

વૃષભ રાશિ : તમારા માટે સમય કષ્ટદાયક રહેશે. સાવધાન રહીને કામ કરવું પડશે. ધનહાનિ થઈ શકે છે.

મિથુન રાશિ : આ લોકો માટે મુશ્કેલ સમય રહેશે. કામ અધૂરા રહેશે. અવરોધ આવશે. ધીરજ રાખવી.

કર્ક રાશિ : આ રાશિના જાતકો માટે સમય ઉત્તમ રહેશે. કામ ઝડપથી પૂરા થશે અને અપેક્ષા પ્રમાણે ફળ મળશે. વાતાવરણ સુખમય રહેશે.

સિંહ રાશિ : તણાવ વધી શકે છે. અવરોધના કારણે કામમાં મન લાગશે નહીં. મન શાંત રાખવું. અમુક દિવસ પછી સમય તમારા પક્ષમાં રહેશે.

કન્યા રાશિ : ચિંતા વધશે. નોકરીમાં અધિકારીઓનો સહકાર ન મળવાથી મન ઉદાસ રહેશે. પૂરા થઈ રહેલા કામ બગડી શકે છે.

- text

તુલા રાશિ : આ સમયે તમને લાભ થઈ શકે છે.ધારેલા કામ સમયસર પૂરા થશે. કુંવારા લોકોને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે.

વૃશ્ચિક રાશિ : આ રાશિના જાતકોએ સાવધાન રહેવું પડશે. નાની અમથી લાપરવાહી પણ મોટું નુકસાન કરાવી શકે છે.

ધન રાશિ : આ રાશિના જાતકોએ સંભાળીને રહેવું. કોઈ નજીકની વ્યક્તિ દગો દઈ શકે છે. નોકરીમાં નુકસાન થવાના યોગ છે.

મકર રાશિ : તમારે આ સમયે સંઘર્ષ કરવો પડશે. જૂની યોજનામાં નિષ્ફળતા મળી શકે છે. અજાણી વ્યક્તિ ઉપર વિશ્વાસ ન કરવો.

કુંભ રાશિ : આ રાશિના જાતકો માટે સમય શુભ છે. પ્રગતિ થઈ શકે છે. કામ સમયસર પૂરા થશે અને તમારું વર્ચસ્વ વધશે.

મીન રાશિ : આ રાશિના જાતકો માટે યાત્રાનો યોગ બની રહ્યો છે. આ યાત્રાથી લાભ થઈ શકે છે. ભવિષ્યને લઈને પ્રસન્નતા રહેશે.

સૂતકનો સમય :

ચંદ્ર ગ્રહણનું સૂતક ગ્રહણ શરૂ થવાના 9 કલાક પહેલા શરૂ થઈ જાય છે. સૂર્ય ગ્રહણનું સૂતક 12 કલાક પહેલા શરૂ થાય છે. ચંદ્ર ગ્રહણનું સૂતક સમય 16 જુલાઈ 1.30 વાગ્યે શરૂ થશે, જે 17 જુલાઈની સવારના 4.31 વાગ્યા સુધી રહેશે. આ દિવસ ગુરુ પૂર્ણિમાં હોવાથી બપોરના 1.30 વાગ્યા પહેલા પૂજા કરી લેવી જોઈએ. સૂતક સમયમાં પૂજા પાઠ ન કરવા જોઈએ.

ગ્રહણ સમયે ગ્રહોની સ્થિતિ :

શનિ અને કેતુ ગ્રહણ સમયે ચંદ્રની સાથે ધન રાશિમાં રહેશે. તેનાથી ગ્રહણનો પ્રવાભવ વધી જશે. સૂર્યની સાથે રાહુ અને શુક્ર રહેશે. મંગળ નીચનો રહેશે. આ ગ્રહોના યોગના કારણે તણાવ વધશે. ભૂકંપનો ખતરો છે. પૂર, તોફાન કે અન્ય પ્રાકૃતિક આપદાથી નુકસાન થવાની સંભાવના છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text