માળીયા (મી.) તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણીનું બિન હરીફ પરિણામ

- text


માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકા સહકારી ખરીદ વેંચાણ સંઘની ચૂંટણી અગાઉ મળેલી જાણકારી મુજબ બિન હરીફ જાહેર થઈ છે. આઠ વોર્ડની ચૂંટણીમાં સાત વોર્ડના ઉમેદવાર બિન હરીફ ચૂંટાયા છે. જ્યારે આઠમાં વોર્ડમાં પણ સાત વોર્ડમાં બિન હરીફ રહેલી પેનલનો સભ્ય જ ચૂંટાઈ આવ્યો છે.

માળીયા (મી.) તાલુકા સહકારી ખરીદ વેંચાણ સંઘની તાજેતરમાં યોજયેલી ચૂંટણીમાં એક જ પેનલના સાત ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા હતા. જો કે આઠમા વોર્ડની એક માત્ર બેઠક માટે યોજાયેલી મતદાન પ્રક્રિયામાં બિનહરીફ રહેલી પેનલના ઉમ્મદવારે જ બાજી મારી લેતા મગનભાઈ ધનજી વાડાવીયાની એક જ માત્ર પેનલનું શાસન સંઘમાં રહેશે.

- text

બિનહરીફ રહેલા 7 સભ્યોમાં એભલભાઈ ભવાનભાઈ ડાંગર, ગોવિંદભાઇ ઓધવજીભાઈ શનાળીયા, મનહરભાઈ ગાંડુભાઈ બાવરવા, મયુભા જીલુભા પરમાર, યોગેન્દ્રસિંહ ભરતસિંહ જાડેજા, રાણાભાઈ ડાયાભાઈ હૂંબલ, હરિલાલ મોહનભાઇ મોરડીયાનો સમાવેશ થાય છે. જ્યારે જે એક વોર્ડનું મતદાન યોજાયું હતું તેમાં ચંદુલાલ મોતીભાઈ કૈલા વિજેતા જાહેર થયા હતા. જો કે ચંદુલાલ બિનહરીફ રહેલી પેનલના જ ઉમેદવાર હોવાથી તમામ આઠ બેઠક એક જ પેનલને ફાળે ગઈ છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text