મોરબી : પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રનાં છ વર્ષ પુર્ણ થતા સુંદરકાંડનાં પાઠ યોજાયા

- text


મોરબી : મોરબીના લક્ષ્મીનગરનાં પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રના ગઇકાલ તારીખ 2ને મંગળવારે છ વર્ષ પૂરા થયાં હોવાથી સંસ્થા દ્વારા સુંદરકાંડનાં પાઠનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
મોરબીના લક્ષ્મીનગર સ્થિત પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રનું ગત તારીખ 2ને મંગળવારે છઠુ વર્ષ પુર્ણ થયુ હતુ. આ પ્રસંગે આ સંસ્થા દ્વારા સુંદરકાંડનાં પાઠનું આયોજન કરવામાં આવ્યુ હતુ. અત્રે ઉલ્લેખનીય છે, કે આ સંસ્થા છેલ્લાં છ વર્ષોથી નેત્રહીનોનાં પુનર્વસનનું કાર્ય કરે છે. સુંદરકાંડનાં પાઠ મણિધર હનુમાનજી મંદીરનાં પૂજારી હરિચરણદાસ બાપુ અને તેમનાં સત્સંગ મંડળ દ્વારા સંગીતમય શૈલીમાં રજુ કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે હાજર રહેનાર સર્વેનો પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર, લક્ષ્મીનગર સહાયક સમિતિનાં સભ્યો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

- text