મોરબીના બે કેમિકલના ધંધાર્થીને ત્યાં સ્ટેટ જીએસટીના દરોડાની કાર્યવાહી પૂર્ણ

- text


મોરબી : મોરબીના કોંગ્રેસના આગેવાન અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મંત્રી જયેશ કાલરીયા ને ત્યાં પાડવામાં આવેલા દરોડાની કામગીરી પુરી કરી લેવામાં આવી છે.

પીપળી રોડ પર આવેલ ટેકનો સીરામીક નામની પેઢી અને સિરામિક પ્લાઝા પાસે આવેલ આલ્ફા નામની પેઢીમાં સ્ટેટ જી.એસ.ટીનું સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું જેમાં અનેક હિસાબી સાહિત્ય જપ્ત કરાયું હતું. બંને પેઢી સીરામીક ઉધોગોમાં વપરાતા વિવિધ ક કેમિકલનો વેપાર કરવાનો કારોબાર મોટા પાયે ચલાવે છે. આ સર્ચ ઓપરેશન દરમ્યાન અનેક સીરામીક એકમોને બિલ વગર માલ મોકલ્યો હોવાનું ધ્યાને આવ્યું હતું.
સ્ટેટ જી.એસ.ટીના આ સર્ચ ઓપરેશનના કારણે મોરબી વિસ્તારના અનેક સીરામીક ઉદ્યોગકારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

- text