માળિયાના દહીંસરા ગામે બંધ મકાનમાંથી રૂ. 32 હજારનો વિદેશી દારૂ પકડાયો

- text


મોરબી એલસીબીની કાર્યવાહી : બે સામે નોંધાતો ગુનો

માળિયા : મોરબી એલસીબીએ બંધ મકાનમાં દરોડો પાડી રૂ. 32 હજારની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. ઉપરાંત આ કામના બે આરોપીઓ હાજર મળી ન આવતા તેની સામે ગુનો દાખલ કરાવ્યો છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી એલસીબીના ઇન્સ્પેક્ટર વી.બી. જાડેજાની સૂચનાથી હેડ કોન્સ્ટેબલ જયવંતસિંહ ગોહિલ તથા કોન્સ્ટેબલ ભરતભાઇ મિયાત્રાએ માળિયાના મોટા દહીંસરા ગામે બંધ મકાનમાં દરોડો પાડીને વિદેશી દારૂ બોટલ ૧૦૭ કિંમત રૂ. 32,100 પકડી પાડી હતી. આ કામના આરોપી દિપક ઉર્ફે દીપો ધીરુભાઈ મૈયડ અને અજય રમેશભાઈ મિયાત્રા હાજર ન મળી આવતા તેઓ સામે ગુનો દાખલ કરાવીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

- text