મોરબી : પશુપાલકો માટે ચાલતી સહાયકારી યોજનાઓ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન શરૂ

- text


પશુપાલકોએ આઈ – ખેડૂત પોર્ટલ પર તા. 30 જૂન સુધીમાં અરજી કરવાની રહેશે

મોરબી : મોરબી જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ. ખટાણા તથા જિલ્લા પંચાયતના માર્ગદર્શન હેઠળ ચાલતા પશુપાલન શાખા દ્વારા વર્ષ 2019-20 માટે અમલી કરવામાં આવેલ વિવિધ સહાયકારી યોજનાઓ માટે ઓનલાઇન અરજી તારીખ 1લી જૂન થી 30 જૂન દરમિયાન i-khedut પોર્ટલ પર કરવાની રહેશે.

સરકાર દ્વારા ચાલુ વર્ષે અમલી બનાવાયેલી પશુપાલકો માટેની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે પશુપાલકોએ વેબસાઈટ www.ikhedut.gujarat.gov.in પર ઓનલાઇન અરજી તારીખ 30 સુધીમાં કરવાની રહેશે. જે તે યોજના અંતર્ગત જિલ્લાના કુલ લક્ષ્યાંકના પ્રમાણમાં લાભાર્થીઓ દ્વારા નિયત સમયમર્યાદામાં જો ઓછી અરજીઓ મળી હશે, તો તે યોજના પૂરતું પોર્ટલ વધુ સમય માટે ચાલુ રાખવામાં આવશે, તેવું પશુપાલન શાખા દ્વારા જણાવાયું છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text