મોરબીમાં વિવિધ લોક સમસ્યાઓનો ઉકેલ ન આવે તો 4 જુનથી આંદોલનનું એલાન

- text


કાયમી ચીફ ઓફિસરની નિમણુકના અભાવે પ્રજાની પીડામાં વધારો : આમ આદમી પાર્ટીએ પાલિકા તંત્રને આવેદન આપી પ્રજાની સમસ્યાઓનો ઉકેલ લાવવા અલ્ટીમેટમ આપ્યું

મોરબી : એ વન ગ્રેડની ગણાતી સોરાષ્ટ્ની સૌથી મોટી મોરબી નગરપાલિકામાં પ્રજાની કમનીસીબી એ છે કે, છેલ્લા ઘણા સમયથી મહત્વના ચીફ ઓફિસરની કાયમી નિમણુંક ન કરાતા પ્રજાને અસુવિધાઓનો ડામ ખાવો પડી રહ્યો છે.છેલ્લા કેટલાક સમયથી વિવિધ લોક સમસ્યાઓ ટલ્લે ચડતા પ્રજાની પીડામાં વધારો થઈ રહ્યો છે. પ્રાથીમક સુવિધાઓના અભાવે લોકોને માઠી દુર્દશા થઈ ગઈ છે.આથી આમ આદમી પાર્ટીએ પાલિકા તંત્રને આવેદન આપીને જો લોકોના પ્રશ્નોનું નિરાકરણ ન આવે તો 4 જુનથી જન આંદોલન કરવાની ચીમકી આપી છે.

આમ આદમી પાર્ટી મોરબીના પ્રમુખ પરેશભાઇ પારીયાએ ચીફ ઓફિસર મોરબી નગરપાલિકાને આવેદનપત્ર પાઠવી જણાવ્યું હતું કે, એ ગ્રેડની મોરબી નગરપાલિકામા કાયમી ચિફ ઓફિસરની નિમણુંક કરાઈ નથી. જેથી સામાન્ય લોકોને રજુઆત કરવા જતા એક જ જવાબ મળે છે કે, ચિફ ઓફિસર નથી તેમનો ચાર્જ સોપાયો નથી.જોકે આ મહત્વની જગ્યા ઘણા સમયથી ચાર્જમાં ચાલે છે અને ઇન્ચાર્જ અધિકારી બે જગ્યાએ ધ્યાન આપી શકતા ન હોવાથી મોરબીમાં પ્રજાની દુવિધામાં વધારો થઈ રહ્યો છે.જેમાં સફાઈના અભાવે ચારે તરફ ઉકરડાના ગંજ ખડકાયા છે. ભૂગર્ભ ગટરો ગંદકીથી ઓવરફ્લો થઈ રહી છે.રોડ રસ્તા ભંગાર હાલતમાં છે.ઘણી જગ્યાએ સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં છે.અને સૌથી મોટી પાણીની મોકાણ છે.અનેક વિસ્તારોમાં પાણી પૂરતા પ્રમાણમાં કે સાવ ન મળતું હોય તેવી કપરી હાલત છે.

- text

છતાં આ તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં તંત્ર ઉદાસીન રહે છે.તંત્ર સુવિધા આપવાને બદલે માટે પોતાના ખોટી ઉપલબ્ધીના ગુણગાન ગાવામાંથી ઊંચું આવતું નથી તેથી પ્રજાની સમસ્યાઓ ઠેરની ઠેર જ રહી ગઈ છે.વધુમાં જણાવ્યું હતું કે, મોરબી શહેરના મુખ્યમાર્ગોને તાત્કાલિક રીપેર કરાવવા, શહેરમાં હાલ ઠેર ઠેર ખડકાયેલા ગંદકીના ગંજ ઉકરડાઓને નાબુદ કરવા, નગરપાલિકા દ્વારા નળ મારફતે આવતું પાણી શુદ્ધિકરણ કરાવવા, મોરબી શહેરમાં ઘણા વિસ્તારોમાં વર્ષોથી સ્ટ્રીટલાઇટો ૨૪ કલાક ચાલુ રહે છે એ બંધ કરાવવા, કોર્મશિયલ ઉપયોગમાં લેવામાં આવતી બિલ્ડીંગોની છતો ખુલ્લી કરાવવા અંગે રજુઆત કરાઈ છે. આ કામો આગામી 3 જૂન સુધીમાં નહી થાય તો તા.4 જૂન થી આમ આદમી પાર્ટી ગાંધી ચીંધ્યો માર્ગ અપનાવી નગરપાલિકા સામે ધરણા, તંત્ર વિરુદ્ધ દેખાવો અને જરૂર પડ્યે ભુખ હડતાલ સાથે જન આંદોલન શરૂ કરશે તેવી ચિમકી ઉચ્ચારવામા આવી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text