મોરબીના મોચી સમાજના અગ્રણી દ્વારા દ્વારકાધીશ મંદિરે ધામધૂમથી ધ્વજારોહણ કરાયુ

- text


સમાજના પ્રથમ જાજરમાન મહોત્સવમા અનેક શહેરોમાંથી ભાવિકો ઉપસ્થિત રહ્યા : તમામ મહેમાનોને દ્વારિકાધીશજીનો દસ ગ્રામનો સિક્કો અપાયો

મોરબી : મોરબીના મોચી સમાજના અગ્રણી સુરેશભાઈ અમૃતલાલ ચૌહાણ દ્વારા દ્વારકાધીશજીના મંદિરે કુંડલાભોગ(અન્નકૂટ) તથા ધ્વજારોહણનો ઉત્સવ યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં વિવિધ શહેરોમાંથી મોચી સમાજ ઉમટ્યો હતો.

મોચી સમાજમાં પ્રથમ વખત યોજાયેલા જાજરમાન મહોત્સવમાં દ્વારકાનો સમગ્ર મોચી સમાજ તેમજ મુંબઇ, બરોડા, સુરત, રાજકોટ, મોરબી, મદ્રાસ, રંઘોડા, સાણંદ, ભાટિયા, ઓખા જેવા અલગ અલગ શહેરોથી મહેમાનો પધાર્યા હતા. મહેમાનો માટે રહેવાની તથા જમવાની વ્યવસ્થાનું પણ સુંદર આયોજન કરેલ હતું. બપોરે 4 વાગ્યે ધજાજીનું પૂજન કરી જગતનાનાથ એવાં દ્વારિકાનાથજીને કુંડલાભોગ અર્પણ અને પૂજન તથા આરતી કરી સર્વે આવેલ ભાગ્યશાળી મહેમાનો સાથે દ્વારિકાધીશજીની ધજાજીને વાજતે ગાજતે, રાસ ગરબા રમતા રંગેચંગે ડીજેના તાલ અને ઢોલ, શરણાઈ વગેરે વગાડતા વગાડતા દ્વારિકાધીશજીના મંદિરે આરોહણ કરવામાં આવ્યા હતા.

ત્યારબાદ સમૂહ પ્રસાદ યોજવામાં આવ્યો હતો. પ્રસંગમાં સેવા માટે ભાટિયા મોચી સમાજ અને ઓખા મોચીસમાજની ખાસ ઉપસ્થિતિ રહી હતી. આ પ્રસંગમાં આવેલા તમામ મહેમાનોને દ્વારિકાધીશજીનો દસ ગ્રામનો સિક્કો પૂજામાં રાખવા પ્રસાદી રૂપે આપવામાં આવ્યો હતો. બીજે દિવસે સવારે રુક્ષમણીજીની ધજાજીનો લ્હાવો પણ મહેમાનોએ લીધો હતો.

- text

ઉલ્લેખનીય છે કે સુરેશભાઈ ચૌહાણે મોચીસમાજ સમૂહલગ્નનમાં પૂજાની ગાય, લાલાબાપાનો સિક્કો, જાગાસ્વામીનો સિક્કો વગેરે જેવી વસ્તુઓ દીકરીઓને અર્પણ કરી હતી.

- text