મોદી ફરી વડાપ્રધાન બનતા હળવદના ખેડૂતે 10 શેર મણીદાની માનતા પુરી કરી

- text


હનુમાનજી મંદિરે 10 શેર મમણીદા નો પ્રસાદ ચડાવી સ્નેહીજનોને જમાડયા

મોરબી : લોકસભાની ચૂંટણીમાં ભાજપને બહુમતી મળતા ફરી નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા છે.ત્યારે હળવદના ખેડૂતે મોદી વડાપ્રધાન બને તે માટે માનતા માની હતી.અને વડાપ્રધાન બનતાની સાથે તેમની મનોકામના પૂર્ણ થતાં ખેડૂતે હનુમાનજીના મંદિરે 10 શેરનો મણીદો અર્પણ કર્યા હતો બાદમાં મલિદાની પ્રસાદી સ્નેહીજનોને જમાડી હતી.

- text

હળવદમાં રહેતા રમેશભાઇ ઠાકોર ખેતમજૂરી કરીને ઘરનું ગુજરાન ચલાવે છે તેમને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં પૂરેપૂરો વિશ્વાસ છે આથી હમણાં લોકસભાની ચૂંટણી યોજાઈ ત્યારે આ લોકસભાની ચૂંટણીમાં બહુમતી મેળવીને નરેન્દ્રભાઈ મોદી વિજયી બનીને ફરી વડાપ્રધાન બને તે માટે તેમણે ચૂંટણી પહેલા 10 શેર મણીદો રાતકડી હનુમાનજીને ચડાવવાની માનતા માંની હતી.ત્યારે મોદી ફરી વડાપ્રધાન બનતા તેમની મનોકામના ફળીભૂત થઈ હતી અને તેમણે 10 શેર મલીદોનો પ્રસાદ હનુમાનજીને ધર્યો હતો બાદમાં તેનો પ્રસાદ સ્નેહીજનોને જમાડીને માનતા પૂર્ણ કરી હતી .

- text