મોરબીના ઇમ્પીરિયલ્સ હાઇટ્સ ખાતે નકલંક નેજાધારી રામામંડળ રંગ જમાવશે

- text


મોરબી : જય અંબે નગર 2 સોસાયટી, અવની ચોકડી, કેનાલ રોડ, મોરબી સ્થિત ઇમ્પીરિયલ્સ હાઇટ્સ ખાતે આજે તારીખ 27/5/2019ને સોમવારના રોજ રાત્રે 9:00 કલાકે નકલંક ધામ તોરણીયાનું નકલંક નેજાધારી રામામંડળ રમાશે. ગૌશાળાના લાભાર્થે સંગીતમય શૈલીમાં રામાપીરનું જીવન ચરિત્ર ભજવાશે. ઇમ્પીરિયલ્સ હાઇટ્સ ગ્રુપ દ્વારા ધર્મપ્રેમી જનતાને આ કાર્યક્રમમાં પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text