વાંકાનેરના જાંબુડિયા ગામે ટીસીમાં પાવર ચેક કરવા જતા યુવકને બે શખ્સોએ માર માર્યો

- text


 

વાંકાનેર : વાંકાનેરના જાંબુડિયા ગામે ટીસીમાં પાવર ચેક કરવા જતા યુવકને બે શખ્સોએ માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેર તાલુકાના જાંબુડિયા ગામે રમેશભાઈ લખમણભાઈ સારલા ટીસીનો પાવર ચેક કરતા ટીલાભાઈ લખમણભાઈ સારલાની વાડીમાં ગયા હતા. જેનું સારું ન લાગતા તેઓએ સીધાભાઈ ટીલાભાઈ સારલા સાથે મળીને રમેશભાઈને ધોકા વડે માર માર્યો હતો. આ મામલે રમેશભાઈએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હુમલો કરનાર બન્ને શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text