મોરબી : એક જ પરિવાર દ્વારા ૧૫ દીકરીઓના સમુહલગ્ન યોજાયા

- text


મોરબી : મોરબીના કેરાળા (હરિપર) ગામે સમૂહલગ્નનું આયોજન થયું હતું. આ સમુહલગ્નમાં ૧૫ યુગલો લગ્નગ્રંથીથી જોડાયા હતા. ઉલ્લેખનીય બાબત એ હતી કે આ સમુહલગ્નનું આયોજન માત્ર એક જ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં કોઈ દાતાનો સહયોગ લેવામાં આવ્યો ન હતો.

આ પ્રસંગે સમૂહલગ્નના આયોજક નવલગીરી નથુગીરી ગોસ્વામીનું સૌરાષ્ટ્ર-કરછ અને ગુજરાતના સંતો મહંતો તેંજ ગોસ્વામી સમાજના આગેવાનોએ પ્રેરણાદાયી આયોજન બદલ માનભેર સન્માન કરી આવકાર્યું હતું.

મોરબીના કેરાળા (હરિપર) ગામે રહેતા નવલગિરી નથુગીરી ગોસ્વામી પરિવાર દ્વારા પોતાના સ્વખર્ચે કોઈ પણદાતાનું એક રૂપિયાનું પણ દાન લીધા વગર કેરાળા ગામે ખૂબડી માતાજીની જગ્યામાં ભવ્ય સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગોસ્વામી સમાજના ૧૫ યુગલો લગ્નગ્રંથીથી જોડાયા હતા. જેમાં કન્યાઓને કરિયાવરમાં આ જ પરિવાર દ્વારા સોના ચાંદીથી માંડી ગૃહ ઉપયોગી ૬૯ ચીજવસ્તુઓની ભેટ આપવામાં આવી હતી. સમૂહલગ્નની સાથો સાથ લોકોને રક્તદાન થકી પણ મદદરૂપ થવાની ભાવના સાથે સંસ્કાર બ્લડ બેન્કના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. એક જ પરિવારના સ્વખર્ચે કોઈનું પણ એક રૂપિયાનું દાન સ્વીકાર્યા વગર કરેલ ૧૫ દીકરીઓના સમૂહલગ્નનું આયોજન સમગ્ર સૌરાષ્ટ્ર કરછ ગુજરાત ગોસ્વામી સમાજ માટે પ્રેરણાદાયી બન્યું હતું. આ પ્રકારના પ્રથમ આયોજન બદલ સમૂહ લગ્નમાં ઉપસ્થિત સૌરાષ્ટ્ર કરછ ગુજરાતના સંતો મહંતો, ગોસ્વામી સમાજના આગેવાનો, મોરબી ગોસ્વામી સમાજના આગેવાનો અને મંડળોએ આયોજક નવલગીરી નથુગીરી તેના પત્ની કલાવંતીબેન (કલુબેન) તથા પુત્ર રસિકગીરીનું તલવારની ભેટ આપી શાલ ઓઢાડી માનભેર સન્માન કરી આ આયોજનને બિરદાવ્યું હતું. ઉપસ્થિત સંતો, મહંતો અને સમાજના આગેવાનોએ નવદંપતિને આશીર્વચન આપી દીકરા દીકરીઓને વધુ ભણાવી, વ્યસન, ફેશન છોડી સમાજમાં અને પરિવારમાં એકતા સંપ જાળવવા તેમજ ભ્રુણ હત્યા ન કરવા પર ભાર મુકતા પ્રાસંગિક પ્રવચનો આપતા વધુમાં જણાવ્યું હતું કે રૂપિયાથી ઘણા પરિવાર સુખી સંપન્ન હોય છે પણ તે રૂપિયાને આ રીતે સમૂહલગ્ન જેવા સારા કાર્યમાં વાપરવા આગળ આવવું એ મોટી વાત છે. આ સમૂહલગ્નમાં મહા મંડલેશ્વર શ્રદ્ધાનંદગીરીજી (ધોરાજી), નાગા સન્યાસી સંગઠન મંત્રી ગોપાલગિરીબાપુ (મુ. જાનીવડલા, જુના અખાડા), થાણા પતિ મહંત શ્રી બુધ્ધગીરી બાપુ (જુના અખાડા જૂનાગઢ), વિક્રમગીરી બાપુ(ઘેલા સોમનાથ), કરશનપુરી, અભયગીરી, રામેશ્વરીબાપુ (જૂનાગઢ), કન્યાગીરી બાપુ (રાબા), બારોટ દેવીદાનગીરી સહિત દેવગીરી, મોહનગીરી પૂર્વ પ્રમુખ મોરબી ગોસ્વામી સમાજ, કિશોરભારથી (જામનગર), નિલેશગીરી (કરછ), તેમજ મોરબી ગોસ્વામી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમૂહલગ્નને સફળ બનાવવા મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ, મોરબી ગોસ્વામી સમાજ સંગઠન, યુવા સોશીયલ ગ્રૂપ સહિતના સંગઠનોએ શ્રમદાન થકી ભારે જહેમત ઉઠાવી હતી.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

- text

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text