મોરબી નજીક કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત, પાંચને ઇજા : ટ્રાફિક જામ

- text


મોરબી : મોરબી નજીક અજંતા ફેકટરી નજીક કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં પાંચ વ્યક્તિને ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતના કારણે ભારે ટ્રાફિક જામ પણ થઈ ગયો હતો.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી- રાજકોટ હાઇવે ઉપર અજંતાના કારખાના પાસે રોડનું કામ ચાલતું હોય જેના કારણે છેલ્લા ઘણા દિવસોથી અકસ્માતનો ભય તોળાઈ રહ્યો હતો. ત્યારે આજે કાર અને રીક્ષા વચ્ચે ધડાકાભેર ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રિક્ષાના ડ્રાઇવર, પેસેન્જર તેમજ કાર ચાલક સહિત પાંચ વ્યક્તિઓને ઇજાઓ પહોંચી હતી. જેથી તેઓને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માત બાદ હાઇવે ઉપર ભારે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. જેમાં વાહનોની લાંબી કતારો સર્જાઈ છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text