ગેસ પ્રશ્ને ગાંધીનગરમાં ધામા નાખતા સિરામીક ઉદ્યોગપતિઓ

- text


નેચરલ ગેસના ભાવમાં ઘટાડો કરી માંગ મુજબ ગેસનો જથ્થો પુરો પાડવા ઉર્જા મંત્રી અને મુખ્યમંત્રીને રજૂઆત

મોરબી : સિરામીક હબ મોરબીમાં કોલગેસ પ્લાન્ટ પ્રતિબંધિત થયા બાદ નેચરલ ગેસનો પુરવઠો મળવામાં ઉદ્યોગકારોને મૂશ્કેલી પડતી હોવાથી આજે મોરબી સિરામીક એસોસીએશનની આગેવાની હેઠળ ઉદ્યોગકારોએ ગાંધીનગરમાં ધામા નાખી ઉર્જા મંત્રીને ધારદાર રજૂઆત કરી હતી અને સાંજે મુખ્યમંત્રી સમક્ષ પણ પોતાની હૈયાવરાળ ઠાલવનાર હોવાનું જાણવા મળ્યું છે.

જાણવા મળતી વિગતો મુજબ છેલ્લા એકાદ માસથી મોરબીના સિરામીક ઉદ્યોગને ગુજરાત ગેસ કંપની દ્વારા આપવામાં આવતાં નેચરલ ગેસની સપ્લાયમાં ધાંધિયા શરૂ થયા છે. ખાસ કરીને પીપળી રોડ, ઘુંટુ રોડ, જેતપર રોડ સહિતના વિસ્તારમાં ઉદ્યોગકારોને પુરતા પ્રેસરથી નેચરલ ગેસનો જથ્થો ન મળવાને કારણે કારખાનેદારોને દૈનિક લાખો રૂપિયા નુકશાન થતું હોય આજરોજ મોરબી સિરામીક એસોસીએશનના પ્રમુખ નિલેશભાઇ જેતપરિયા, મુકેશભાઇ ઉઘરેજા અને અન્ય હોદેદારોની આગેવાની હેઠળ એક પ્રતિનિધિ મંડળ ગાંધીનગર દોડી ગયું છે.

વધુમાં મોરબી સિરામીક એસોસીએશનના પ્રમુખ મુકેશભાઇ ઉઘરેજાએ આ અંગે જણાવ્યું હતું કે ગુજરાત ગેસ દ્વારા હાલમાં જે ગેસની સપ્લાય કરવામાં આવે છે તેમાં લોપ્રેસરની સમસ્યા સર્જાવાથી ઉદ્યોગકારોને નુકશાન થઇ રહ્યું છે આ સંજોગોમાં વહેલામાં વહેલી તકે ઉદ્યોગકારોને પુરતાં પ્રેસરથી જરૂરિયાત મુજબ ગેસનો જથ્થો આપવામાં આવે તેમજ નેચરલ ગેસના ભાવમાં ઘટાડો કરવામાં આવે તે બે મુખ્ય માંગણી ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલ સમક્ષ ઉઠાવવામાં આવી હતી. વધુમાં સાંજે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સમક્ષ પણ ઉદ્યોગકારો પોતાની રજૂઆત કરનાર હોવાનું તેમણે જણાવ્યું હતું.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text