મોરબીમાં પાસના કાર્યકરોએ અંતે અન્ય સ્થળે મુખ્યમંત્રીનું પૂતળુ સળગાવ્યુ

- text


સુપરમાર્કેટ ખાતે અમુક કાર્યકરોની અટકાયત કર્યા બાદ બંદોબસ્ત ગોઠવી દેવાયા બાદ રવાપર કેનાલ ચોકડી પાસે પૂતળાનું દહન કરાયું

મોરબી : મોરબીમાં સુપરમાર્કેટ ખાતે મુખ્યમંત્રીનું પૂતળાનું દહન કરવાની તૈયારીમાં રહેલા પાસના અમુક કાર્યકરોની પોલીસે અટકાયત કરી લીધી હતી પરંતુ બાદમાં પાસની બીજી ટીમે રવાપર કેનાલ ચોકડી ખાતે મુખ્યમંત્રીના પૂતળાનું દહન કરી લીધું હોવાનું સામે આવ્યું છે.

આમરણ ખાતેની બેઠકમાં પાસે મુખ્યમંત્રીના પૂતળાનું દહન કરવાનું જાહેર કર્યું હતું. જેના પગલે આજે પાસની ટીમે ખૂબ ચાલાકીથી મુખ્યમંત્રીના પૂતળાનું દહન કર્યું હતું. સૌ પ્રથમ સુપરમાર્કેટ ખાતે પૂતળા દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યા પોલીસે દોડી જઈને પાસના કાર્યકરોની અટકાયત કરી હતી. જો કે આ જ સ્થળે પોલીસનો કાફલો સ્ટેન્ડ બાય પણ રાખવામાં આવ્યો હતો.

- text

જ્યારે બીજી બાજુ પાસના અન્ય કાર્યકરોએ રવાપર કેનાલ ખાતે મુખ્યમંત્રીના પૂતળાને સળગાવી નાખ્યું હતું. આમ આયોજન બદ્ધ રીતે આજે પાસના કાર્યકરોએ મુખ્યમંત્રીનું પૂતળું સળગાવી રોષ ઠાલવ્યો હતો.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text