મોરબીના પીજીવીસીએલના એક્ઝિક્યુટિવ એન્જી.ની દ્વારકા બદલી

- text


પોરબંદર સર્કલના અધિકારી મોરબી મુકાયા

મોરબી : મોરબીના પીજીવીસીએલના એક્ઝિક્યુટિવ એન્જીનીયરની દેવભૂમિ દ્વારકામાં બદલી કરવામાં આવી છે. તેઓની જગ્યાએ મોરબીમાં પોરબંદરના અધિકારીને મુકવામાં આવ્યા છે.

પીજીવીસીએલ દ્વારા આજે બપોરના સમયે અધિકારીઓની બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે. જેમાં મોરબી ડિવિઝન કચેરીમાં ફરજ બજાવતા એક્ઝિક્યુટિવ એન્જીનીયર એન.ડી. પનારાની જામનગર સર્કલ હેઠળના દેવભૂમિ દ્વારકા ડિવિઝનમાં બદલી કરવામાં આવી છે. જ્યારે મોરબીના એક્ઝિક્યુટિવ એન્જીનીયર તરીકે પોરબંદર સીટી ડિવિઝનમાં ફરજ બજાવતા પી.પી. બાવરવાને મુકવામાં આવ્યા છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

 

- text