મોરબીમાં વિપશ્યના ધ્યાન પરિચય કાર્યક્રમનું આયોજન

- text


મોરબી: તારીખ 3ને રવિવારે સવારે 9:30 થી 12:00 વાગ્યે ટાઉનહોલ, ગાંધી ચોક નજીક, મોરબી ખાતે જુના વિપશ્યના સાધકો દ્વારા જિલ્લાના જિજ્ઞાસુ ભાઈ-બહેનો માટે પરિચય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સવારે 9:30 થી 10:00 રજિસ્ટ્રેશન, 10:00 થી 10:30 આનાપાન ધ્યાન પ્રશિક્ષણ અને 10:30 થી 12:00 વિપશ્યના ધ્યાન પ્રવચન, પ્રશ્નોત્તરી તથા અનુભવો કહેવામાં આવશે. આ કાર્યક્રમમાં રજિસ્ટ્રેશન માટે નરેન્દ્રભાઈ અઘારા(9909744344), રમેશભાઈ ડાવર(9427430151), કાનજીભાઈ પંચાસરા(9879279085) તથા છગનભાઇ વડસોલા(9429243950)નો સંપર્ક સાધવા જણાવાયું છે, માર્યાદિત સંખ્યા લેવાની હોવાથી વહેલામાં વહેલી તકે સપરિવાર(18 વર્ષથી ઉપરના) રજિસ્ટ્રેશન કરાવવા અનુરોધ કરાયો છે.

- text

આગામી વિપશ્યના સ્પેશ્યલ શિબિરનું આયોજન તારીખ 13 માર્ચ થી 24 માર્ચ સુધી કરવામાં આવ્યું છે, ઉપરાંત આગામી આઠ શિબિરો તારીખ 3 એપ્રિલથી 14 એપ્રિલ, 17 એપ્રિલથી 28 એપ્રિલ, 1 મેથી 12 મે, 15 મેથી 26મે, 29 મેથી 9 જૂન, 12 જૂનથી 23 જૂન, 26 જૂનથી 7 જુલાઈ અને 10 જુલાઈથી 21 જુલાઈ જાહેર કરવામાં આવી છે. આ કાર્યક્રમના નિમંત્રક વિપશ્યના સાધક સમિતિ, મોરબી દ્વારા 18 વર્ષથી ઉપરના તમામને આ કાર્યક્રમનો લાભ લેવા માટે અનુરોધ કરાયો છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text