મોરબીના સિરામિક ઉદ્યોગપતિ સાથે ચિટિંગ કરનાર ગઠિયો છ દિવસના રિમાન્ડ ઉપર

- text


 

મોરબી : મોરબીના સીરામીક ઉદ્યોગપતિઓ સાથે વિશ્વાસ કેળવી રૂ.2.96 કરોડનું ફુલેકુ ફેરવનાર વડોદરાનો ભેજાબાજ ગઠિયો પોલીસને હાથે ઝડપાઇ ગયા બાદ કોર્ટમાં રજૂ કરતા છ દિવસના પોલીસ રિમાન્ડ પર સોપાયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના રવાપર રોડ ઉપર આવેલા શ્યામ એપાર્ટમેન્ટમાં રહેતા સીરામીક ઉધોગપતિ વિશાલભાઈ જીવરાજભાઈ અમૃતિયાએ વડોદરાના વેપારી રવિ કિશોર પાઉ વિરુદ્ધ અલગ અલગ ફેકટરી માલિકો પાસેથી રૂ. ૨.૯૬ કરોડની છેતરપીંડી આચરતા આ મામલે મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

- text

આ મામલ્સ એલ.સી.બીએ તપાસનો દૌર સાંભળી તત્કાળ વડોદરાના આ અંઠગ ગઠિયા વેપારીને ઝડપી લીધો હતો. એલસીબીની પૂછપરછમાં આ શખ્સ વિશ્વાસ કેળવીને માલ ખરીદયા બાદ ઉધોગકારોના લાખો રૂપિયા ડુબાડી દેવામાં માહેર ખેલાડી હોવાનું ખુલ્યું છે. આથી આ આરોપીએ કેટલા ઉધોગકારો સાથે ચિટીંગ કર્યું તે બહાર લાવવા અને નાણાં પરત મેળવવા માટે કોર્ટમાં રજૂ કરતા નામદાર અદાલતે આ ચિટરને છ દિવસના રીમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે.

- text