મોરબીમાં મકાનના કામ દરમ્યાન નીચે પટકાતા યુવાનનું મોત

- text


મોરબી : મોરબીના વજેપર વિસ્તરમાં મકાનના બાંધકામ દરમ્યાન ઉપરથી નીચે પટકાતા એક યુવાનને ગંભીર ઇજા થવાથી તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.એ ડિવિજ પોલીસે આ બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર મોરબી નજીક આવેલી ગોધાની વાડીમાં રહેતો ભરત કરશનભાઇ ચાવડા ઉ.વ.21 નામનો યુવાન ગત તા.17ના રોજ વજેપર વિસ્તારમાં ચાલી રહેલા મકાનના બાંધકામ માટે ઉપરના માળે કામ કરી રહ્યો હતો તે વખતે આકસ્માતે ઉપરના માળેથી નીચે પટકાયો હતો અને આ યુવાનને ગંભીર ઇજા થતાં તેને મોરબી બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયો હતો.જ્યાં તેનું સારવાર દરમ્યાન ગઈકાલે મોત નીપજ્યું હતું.એ ડિવિઝન પોલીસે આ બનાવની નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

- text