મોરબી : નાલંદા વિદ્યાલયના બાળકોએ માતૃ-પિતૃનું પૂજન કરીને વેલેન્ટાઇન ડે ઉજવ્યો

- text


૨૦૦ બાળકોએ માતા-પિતાનું ચંદન તિલક કરી ફુલહાર પહેરાવી શાસ્ત્રોકત વિધીથી પૂજન કર્યું

મોરબી : મોરબીના વિરપર ગામે નાલંદા વિદ્યાલયમા યોગ વેદાંત સમિતિ દ્વારા વેલેન્ટાઇન ડે નિમિતે ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં બાળકોએ માતૃ- પિતૃ પૂજન કરીને વેલેન્ટાઇન ડે ઉજવ્યો હતો.

નાલંદા વિદ્યાલય,વીરપર ખાતે યોગ વેદાંત સમિતિ દ્વારા વેલેન્ટાઇન ડેને માતૃ-પિતૃ પૂજન દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો. બાળકોમાં ભારતીય સાંસ્કૃતિક મૂલ્યો અને સંસ્કારોનાં સિંચન થતાં રહે તેવા હેતુથી અને બાળકોમાં માતા-પિતા પ્રત્યે પ્રેમ, સ્નેહ અને આદર જળવાય તેવા આશયથી માતૃ પિતૃ પૂજન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

- text

આશરે ૨૦૦ જેટલા બાળકોનાં માતા-પિતા આ કાર્યમાં સહભાગી બન્યા હતા. બાળકો દ્વારા તેમનાં જ માતા-પિતાનું ચંદન તિલક કરી, ફુલહાર પહેરાવી શાસ્ત્રોકત વિધીથી પૂજન કરવામાં આવ્યું હતું.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text