મોરબી : સામા કાંઠા વિસ્તારમાં ભૂગર્ભ ગટરની લાઈન ખોદતાં ગેસની લાઈન પણ લીક થઇ

- text


સદનસીબે કોઈ જાનહાની થઇ નથી

મોરબી : સામા કાંઠામાં આવેલી અનુપમ સોસાયટીમાં ભૂગર્ભ ગટરની લાઈન ખોદતાં ગેસની લાઈનમાં પણ લીકેજ થઇ ગયું હતું, પરંતુ ગેસની સાથે પાણીની લાઈન પણ તૂટતાં ગેસની અસર થઇ ન હતી.આ લીકેજ થતા સ્થાનિક લોકોમાં થોડી નાસભાગ મચી ગઈ હતી, પરંતુ સામાજિક કાર્યકર્તાઓએ સમયસર ત્યાં પહોંચીને સ્થાનિકોને દૂર ખસેડીને ગુજરાત ગેસ વિભાગને આ અંગે જાણ કરી હતી. ગેસ કંપનીએ થોડી વાર ગેસ પુરવઠો બંધ કરી સમારકામ હાથ ધર્યું હતું. જ્યારે આ ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી અને મોટી દુર્ઘટના ટળી હતી.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text

- text