યંગ ઇન્ડિયા ગ્રુપ વેલેન્ટાઇન ડેને વાત્સલ્ય દિવસ તરીકે ઉજવી બાળકોને કરાવશે જલસો

- text


પ્રાથમિક શાળાના બાળકોને ઓડી સહિતની લકઝરીયસ કારમા બેસાડીને શહેરની સફર કરાવશે : બાળકો ભાવતા ભોજનની લિજ્જત પણ માણસે

જિલ્લા કલેકટર, એસ.પી, અધિક કલેકટર સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહી બાળકોનો ઉત્સાહ વધારશે

મોરબી : મોરબીનું યંગ ઇન્ડિયા ગ્રૂપ આવતીકાલે વેલેન્ટાઈન ડેને વાત્સલ્ય દિવસ તરીકે ઉજવીને બાળકોને જલસો કરાવી દેશે. જેમાં પ્રાથમિક શાળાના બાળકોને ઓડી સહિતની લકઝરીયસ કારમાં બેસાડીને શહેરની સફર પર લઈ જવામાં આવશે. બાદમાં બાળકોને ભાવતું ભોજન પણ પીરસવામાં આવશે. આમ વાત્સલ્ય દિવસ બાળકો માટે યાદગાર બની રહે તેવું સરાહનીય આયોજન યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા કરવામાં આવ્યું છે. આ તકે કલેકટર, એસપી, એડીએમ સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહીને બાળકોનો ઉત્સાહ વધારશે.

યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વેલેન્ટાઇન ડે ની વાત્સલ્ય દિવસ તરીકે અનોખી ઉજવણી કરવાનું પ્રેરક આયોજન કરવામાં આવ્યું છે. હાલ ભારત દેશમાં પાશ્ચાત્ય તહેવારોની ઉજવણીનું ઘેલું લાગ્યું છે. ત્યારે આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ તહેવારોની ઉજવણી કરીને જરૂરિયાત મંદોના ચહેરા પર મુસ્કાન લાવનાર યંગ ઇન્ડિયા ગ્રૂપે વેલેન્ટાઇન ડેના દિવસે નવતર કાર્યક્રમનું આયોજન કર્યું છે. વેલેન્ટાઇન ડેને વાત્સલ્ય દિવસ તરીકે ઉજવીને યંગ ઇન્ડિયા ગ્રૂપ જરૂરિયાતમંદ બાળકોના ચહેરા પર સ્મિત રેલાવીને તેઓને જલસો કરાવશે.

- text

વાત્સલ્ય દિવસ અંગે વિગત આપતા સ્થાપક, સંચાલક અને ક્રાંતિકારી વિચારોના પ્રણેતા દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે યંગ ઇન્ડિયા ગ્રૂપ હંમેશા તહેવારોની અનોખી ઉજવણી કરે છે. ત્યારે આ વખતે વેલેન્ટાઇન ડેને વાત્સલ્ય દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં મોરબીની જુદી જુદી સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ૧૮૦ જેટલા બાળકોને સવારે ૯:૩૦ વાગ્યે સ્કાય મોલ ખાતે બોલાવવામાં આવશે ત્યાં બધાજ બાળકોને ૪૦ જેટલી ઓડી સહિતની લકઝયરીયસ કારમાં બેસાડી મોરબી શહેરની સફર કરાવવામાં આવશે.

બાળકોને આ જોય રાઈડની મજા કરાવ્યા બાદ ભાવતા ભોજન કરાવવામાં આવશે. આ જોય રાઈડને લીલીઝંડી આપવા તેમજ બાળકોનો ઉત્સાહ વધારવા માટે જિલ્લા કલેકટર આર.જે.માકડીયા, જિલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલા, અધિક કલેકટર કેતન જોશી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર પારેખ, નગરપાલિકા પ્રમુખ કેતન વિલપરા સહિતના ઉપસ્થિત રહેશે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

ફાઈલ તસ્વીર

 

- text