મોરબીમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળતા જનજીવન ઠીગરાયું

- text


બર્ફીલા પવન ફૂંકાતા જનજીવન ગરમવસ્ત્રોમાં કેદ : ટાઢ ઉડાડવા લોકો તાપણાના સહારે

મોરબી : મોરબીમાં હમણાંથી કાતિલ ઠંડીનું મોજું ફરી વળતા જનજીવન રીતસરનું ઠીગરાયુ છે.ખાસ કરીને દિવસ દરમ્યાન ભારે ઠંડા બર્ફીલા પવનો ફૂંકાતા લોકો ગરમ વસ્ત્રોમાં કેદ હોવા છતાં પણ ધ્રુજી રહ્યા છે.આથી ટાઢ ઉડાડવા લોકો તાપણાનો સહારો દીધો છે.એકંદરે કડકડતી ટાઢથી જનજીવન ભારે પ્રભાવિત થયું છે.

મોરબીમાં કેટલાક દિવસોથી એકાએક ઠંડીનું જોર વધ્યું છે.પોષ મહિના આખરી ચરણમાં હાડ થિજાવતી ઠંડી પડી રહી છે. ઉત્તરાયણ પર્વ બાદ જોરદાર પવન ફૂંકસવાનો શરૂ થયો હતો અને થોડા દિવસો પહેલા માવઠું થયું હતું. કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં પલટો આવ્યો હતો.આથી શહેર શિતાગારમાં ફેરવાયું હોય તેવી હાડ થિજાવતી ટાઢ પડી રહી છે. આ કાતિલ ઠડીના પગલે લોકો આખો દિવસ ગરમ વસ્ત્રોમાં કેદ રહે છે.પરંતુ સતત બર્ફીલા પવન ફૂંકાતા હોવાથી જનજીવમ રીતસરનું ઠંડીમાં ધ્રુજી ઉઠ્યું છે. ઠડીથી બચવા લોકો તાપણાનો સહારો લઈ રહ્યા છે. ઘરની બહાર કામધંધે નીકળતા લોકોને ઠંડી થથરાવી રહી છે.આથી લોકો કામ સિવાય બહાર નીકળવાનું ટાળે છે અને ઘર કે ઓફિસ કે અન્ય કામધંધાના સ્થળે જ પુરાઈ રહે છે.રાત્રીના 10 વાગ્યા પછી ભાગ્યે જ લોકો નીકળતા હોવાથી સ્વંયભુ સંચારબદી જેવી સ્થિતિ સર્જાઈ છે. એકંદરે ઠંડીની લોકો પર ખાસ્સી અસર પડી છે.

- text

- text