મોરબી: મોરબીના વાંકડા ગામે પ્રાથમિક શાળામાં શહીદોને સલામી

- text


દેશને આઝાદી માટે શાહિદ થયેલા નામી-અનામી શહીદોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અપાઈ

મોરબી: મોરબીના વાંકડા ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ૭૦માં ગણતંત્ર દિવસની વિશિષ્ટ રીતે ઉજવણી કરવામાં આવી હતી.

વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા દેશ માટે શહીદ થયેલ જવાનો તેમજ ક્રાંતિકારીઓને યાદ કરી વહેલી સવારે ધ્વજવંદન પહેલા સમસ્ત ગામમાં વિધાર્થીઓએ રેલી યોજી દેશભક્તિના નારા બુલંદ કર્યા હતા. તેમજ દેશભક્તિ ગીતો દ્વારા વાતાવરણમાં જોશ ભરી દીધું હતું. ગામમાં યોજાયેલી માર્ચપોસ્ટને સલામી આપવા ગ્રામજનો કતારબંધ રીતે ગોઠવાયા હતા.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text