મોરબી : પીપળી રોડ પર ટ્રાફિકજામ, વાહનોની કતારો લાગી

- text


વાહન વ્યવહાર અટકી પડતા વાહનચાલકો હેરાન પરેશાન

મોરબી : મોરબીના જેતપર પીપળી રોડ પર આજે સાંજના સમયે ટ્રાફિકજામ સર્જાયો હતો.વાહનોના થપ્પા લાગી ગયા હતા અને વાહન વ્યવહાર અટકી પડતા વાહનચાલકોને હેરાનગતિ ભોગવવી પડી હતી

મોરબીના સીરામીક ઝોન વિસ્તાર ગણાતા જેતપર પીપળી રોડ પર આજે સાંજના સમયે ટ્રાફિકજામ સર્જાયો હતો.અને રોડની બને બાજુએ વાહનોની મસમોટી કતારો લાગી હતી અને થોડીવાર માટે વાહન વ્યવહાર અટકી પડતા અનેક વાહન ચાલકો ટ્રાફિકજામમાં ફસાયા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે જેતપર પીપળી રોડ ઉપર અવારનવાર ટ્રાફિકજામ સર્જાય છે અને ખાસ્સો સમય સુધી ટ્રાફિકજામમાં ફસાવવાથી અનેક વાહન ચાલકોને ભારે હેરાનગતિ ભોગવવી પડે છે. ત્યારે પોલીસ આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે તેવી વાહન ચાલકોએ માંગ કરી છે

- text

- text