મોરબી નજીક પાઈપના કારખાનામાં દારૂનું વેચાણ !!

- text


 

તાલુકા પોલીસે હરિપર કેરાળામાં દરોડો પાડી મેકડોવેલ નંબર વનની ૫૦ બોટલ સાથે બુટલેગરને ઝડપી લીધો

મોરબી : મોરબી માળીયા નેશનલ હાઇવે પર હરિપર કેરાળા ગામ નજીક સિમેન્ટ પાઇપ બનાવવાના કારખાનામાં વિદેશી દારૂ વેચતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી બૂટલેગરને ૫૦ બોટલ દારૂ સાથે ઝડપી લીધો હતો.

જાણવા મળ્યા મુજબ મોરબી માળીયા હાઇવે પર આવેલ તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પો. હેડ કોન્સ જુવાનસિંહ ઝાલાને ખાનગીરાહે બાતમી
મળેલ કે હરીપર કેરાળા ગામના સાગર સીમેન્ટ પાઇપ પ્રોડકટ નામના કારખાનાની ઓરડીમા વિદેશી દારૂનું વેચાણ થાય છે. જેને પગલે પોલીસે દરોડો પાડી કારખાનામાં રહેતા કૌશીકભાઇ ઉર્ફે કવો બાબુભાઇ રામાવત, ઉં.વ.૩૩, ધંધો મજુરી રહેવાસી હાલ હરીપર કેરાળા ગામના પાટીયા સામે સાગર સીમેન્ટપાઇપ પ્રોડકટ, મુળગામ બંધીયા, તા. જામકંડોરણા, જિલ્લો. રાજકોટ વાળાના કબજામાંથી ભારતીય બનાવટ નો પરપ્રાંતીય ઇગ્લીશદારૂ મેકડોવલ નં.૧ – સુપરીયર વ્હીસ્કી ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ- ૫૦ કિ.રૂ. ૧૫૦૦૦ નો મુદામાલ સાથે મળી આવતા ધોરણસર અટક કરી તેમજ આરોપી વિરૂધ્ધ મોરબી તાલુકા પો.સ્ટે.માં પ્રોહી ગુ.ર.ન, ૫૦૪૨/૧૯ પ્રોહી ઐકટ કલમ ૬૫ઇ,૧૧૬(બી) મુજબ ગુન્હો રજીસ્ટર કરાવવામાં આવેલ હતો.

- text

દરોડાની આ કામગીરી પીએસઆઇ જી.આર.ગઢવી, સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઇ એમ.સી.જાડેજા, પો.હેડ કોન્સ.જુવાનસિંહ ઝાલા, ઉજવલદાન ગઢવી, શકિતસિંહ જાડેજા, પો.કોન્સ હિતેષભાઇ ચાવડા, ભરતદાન ગઢવી, ચંદ્રસિંહ પઢીયાર અને જોરુભા હેમુભા રાઠોડ સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

 

- text