મોરબીની નિર્મલ વિદ્યાલયમાં રમતોત્સવ યોજાયો

- text


બાળકોએ વન મિનિટ ગેમ સહિતની વિવિધ રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો

મોરબી : મોરબીની નિર્મલ વિદ્યાલયમાં બાળકો માટે રમતોત્સવ યોજવામાં આવ્યો હતો. જેમાં અનેક વન મિનિટ્સ ગેમ સહિતની અનેક સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈને આ રમતોત્સવને સફળ બનાવ્યો હતો.

મોરબીની નિર્મલ વિદ્યાલયમા શિયાળુ રમતોત્સવ યોજવામાં આવ્યો હતો. જેમાં ધો. ૧ થી ૭ના બાળકો માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકો માટે વન મિનિટ ગેમ, કોથળા દોડ, સ્લો સાયકલિંગ, ફુગા ફોડ, દેડકા દોડ, સોયદોરો પરોવવો વગેરે જેવી રમતો યોજાઈ હતી. આ તમામ રમતોમા બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ રમતોત્સવને સફળ બનાવવા માટે શાળાના પીટી શિક્ષકો તેમજ અન્ય શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text