વાંકાનેરના તરકિયા ગામે ખેડુત પર પિતા-પુત્રનો હુમલો

- text


ખેતરમા પાણી આવવાથી પાક ધોવાઈ જવાની ફરિયાદ કરવા ગયેલા ખેડૂતને પાઇપ ફટકાર્યા

વાંકાનેર : વાંકાનેરના તરકિયા ગામે પોતાના ખેતરમાં પાણી આવતું હોય, પાક ધોવાઈ જતો હોવાની રાવ કરવા ગયેલા ખેડૂત પર પિતા-પુત્રએ પાઇપ વડે હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે પોલીસે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

વાંકાનેરના તરકિયા ગામના ખેડૂત લક્ષ્મણભાઈ વાહાભાઈ બાંભવા ઉ.વ. ૫૦એ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે પ્રવીણ વિરજી ડાભી અને વિરજી મોહન ડાભી પોતાના ખેતરમાં વધુ પાણી છાંટતા હોય, જેના કારણે પોતાનો પાક ધોવાઈ જતો હોવાથી તેઓ રાવ કરવા પિતા પુત્ર પાસે ગયા હતા. જ્યાં પિતા પુત્રએ ધોકા અને ઢીકા પાટુનો માર મારી ઇજાઓ પહોચાડી હતી.

બનાવ સંદર્ભે ખેડૂતની ફરિયાદના આધારે વાંકાનેર તાલુકા પોલીસે પિતા-પુત્ર સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

- text