મોરબી : ટ્રેકટરના સોદા પેટે ₹.2.50 લાખ ગુમાવ્યા

- text


એક શખ્સ સાથે ટ્રેકટરનો રૂ.3.75 લાખમાં સોદો કરીને રૂ 2.50 લાખ આપી દીધા બાદ ટ્રેકટર નહિ આપતા છેતરપીંડીની ફરિયાદ નોંધાઇ

મોરબી : મોરબી પંથકમાં છેતરપીંડીના બનાવો વારંવાર સામે આવી રહ્યા છે. જેમાં આજે એકનો વધારો થયો છે. રવાપર રોડ પર રહેતા યુવાને ટ્રેક્ટર વેચાણના નામે એક શખ્શે તેની સાથે છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે. જેમાં મોરબીમાં પટેલ યુવાને ટ્રેકટર વેચાતું લેવાના સોદામાં રૂ.2.50 લાખ ગુમાવ્યા છે. જેમાં એક શખ્સ સાથે રૂ.3.75 લાખમાં ટ્રેકટર વેચાતું લેવાનું નક્કી થયા બાદ રૂ.2.50 લાખ આપી આને બાકીની સકમ માટેના ડોક્યુમેન્ટ આપ્યા છતાં આ શખ્સે ટ્રેકટર નહિ આપતા ટ્રેકટર ચાલકે તેની સામે છેતરપીંડીની ફરિયાદ નોંધાવી છે.

- text

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના રવાપર રોડ ઉપર ગંગાદર્શન એપાર્ટમેન્ટ સામે આવેલી સરદાર પટેલ સોસાયટીમ રહેતા અને ટ્રેકટર ડ્રાઇવીંગનો વ્યવસાય કરતા નીતિનભાઈ પરસોત્તમભાઈ ગામી (ઉ.વ.48)એ મોરબીના સામાકાંઠે આવેલા માળીયા વનાળિયામાં રહેતા બળવંતભાઈ નથુભાઈ શેખવા સામે એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી કે,ગત તા.17 ઓક્ટોબરના રોજ મોરબીના નવા બસ સ્ટેન્ડ પાસે નિતિનભાઈ ગામીએ આરીપી બળવંતભાઈ શેખવા પાસેથી ટ્રેકટર વેચાતું લેવા માટે રૂ.3.75 લાખમાં સોદો કર્યો હતો.અને ત્યારબાદ તેમને ટ્રેકટર વેચાતું લેવા માટે નક્કી થયેલા સોદા મુજબ આરોપીને રૂ.2.50 લાખ આપી દીધા હતા.તેમાં બાકીની રકમ રૂ.1.25 લાખ આપવા માટે અસલ ડોક્યુમેન્ટ આપ્યા હતા પરંતુ રૂપિયા લઈ લીધા બાદ આરોપીએ પોત પ્રકાસીને ફરિયાદી સાથે વિશ્વાસઘાત દગો કરી ટ્રેકટર તથા ડોક્યુમેન્ટ નહિ આપતા અંતે નીતિનભાઈ ગામીએ તેની સામે ઠગાઈની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

- text