મોરબીની વી. સી. હાઈસ્કૂલના શિક્ષકની રાજ્યકક્ષાના ઇનોવેશન ફેસ્ટીવલ માટે પસંદગી

- text


મોરબીની 125 વર્ષ જૂની સરકારી શાળા ધી વી. સી. ટેકનીકલ હાઈસ્કૂલના જીવવિજ્ઞાનના શિક્ષક શ્રી અમિતભાઇ તન્ના દ્વારા વિજ્ઞાનપ્રવાહના વિદ્યાર્થીઓ માટે આ વર્ષે એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. શાળામાં વનસ્પતિશાસ્ત્રના અભ્યાસ માટે ઓપન એર બોટનીકલ કલાસરૂમના નામે નવતર વર્ગખંડ શરૂ કરાયો છે.

પ્રકૃતિના ખોળે શિક્ષણ આપવાના હેતુસર શરૂ કરાયેલ આ નવતર પ્રયોગને ગત તા. 12 અને 13 નાં રોજ ત્રિ-મંદિર ખાતે યોજાયેલ જીલ્લા કક્ષાના ઇનોવેશન ફેસ્ટીવલમાં રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાના 40 જેટલા ઇનોવેશન પૈકી માધ્યમિક વિભાગમાંથી આ પ્રોજેક્ટની રાજ્યકક્ષા માટે પસંદગી થઇ છે.

- text

આગામી સમયમાં યોજાનાર રાજ્યકક્ષાના ઇનોવેશન ફેસ્ટીવલમાં શ્રી અમિતભાઇ તન્ના માધ્યમિક વિભાગ વતી મોરબી જિલ્લાનું ગૌરવ વધારશે, જેમને ગત વર્ષે પૂ. રમેશભાઈ ઓઝાના હસ્તે શ્રેષ્ઠ શિક્ષકનો “સાંદીપની વિદ્યાગુરુ એવોર્ડ” પણ એનાયત થયો હતો તેમ શાળાના આચાર્ય શ્રી બી.એન.વીડજાએ એક યાદીમાં જણાવ્યું છે.

- text