મોરબીમાં વધુ એક યુવાન કેનાલમાં ગરક

- text


લખધીરપુર રોડ ઉપર બનેલી ઘટના : ૨૪ કલાકની શોધખોળ બાદ પણ યુવાનનો પતો નથી

મોરબી : મોરબીમાં ગત અઠવાડિયે કેનાલમાંહાથ ધોતા લપસી ગયેલ યુવાનનો ત્રણ દિવસ બાદ મૃતદેહ મળ્યાંની ઘટના બાદ લખધીરપુર રોડ ઉપર વધુ એક યુવાન કેનાલમાં ગરક થતા ચકચાર જાગી છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના લખધીરપુર રોડ પર આવેલ લેક્સસ સિરામિક પાછળથી પસાર થતી કેનાલમાં ગઈકાલે બપોરના સમયે અમન છોટાલાલ ગૌતમ ઉ.૧૯ નામનો યુવાન પડી જતા સ્થાનિક લોકો દ્વારા યુવાનને શોધખોળ કરવા પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ તેમાં સફળતા મળી ન હતી.

- text

બીજી તરફ આજે મોરબી ફાયર બ્રિગેડ દ્વારા પણ લાપતા યુવાનની શોધખોળ માટે પ્રયાસ કરાયો હતો પરંતુ કેનાલમાં પાણીનો ફોર્સ હોય સફળતા મળી ન હતી, આ ઉપરાંત મોરબી તાલુકા પોલીસ દ્વારા પણ સમગ્ર બનાવ અંગે જાણકારી મેળવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

- text