મોરબી : ભુલાકાઓએ કરી નાતાલની પ્રેરણાદાયી ઉજવણી

- text


મોરબી : વિશ્વભરમાં ૨૫ ડિસેમ્બરના રોજ નાતાલની ધામ-ધૂમથી ઉજવણી કરવામાં આવે છે. નાતાલ ના દિવસે બાળકો ભેટ મેળવવા માટે ‘Santa Claus’ ની આતુરતા પૂર્વક રાહ જોતા હોય છે ત્યારે વિનય ઇન્ટરનેશનલ સ્કૂલના નાના નાના બાળકોએ નાતાલની ઉજવણી અનોખી અને પ્રેરણાદાયી રીતે કરી હતી. જેમાં દરેક બાળકોએ ભેટ લેવાને બદલે ગરીબ બાળકો અને તેના પરીવારને પોતાની ઘરેથી વધારાના કપડા, રમકડા, ગરમ શાલ અને નાસ્તો વગેરે વસ્તુઓ એકઠી કરી પોતે ‘Santa Claus’ બની ને ગરીબ બાળકોને નાતાલને ખુશ-ખુશાલ કરી હતી.
વિનય ઇન્ટરનેશનલ સ્કૂલના જોય ઓફ ગીવીગ કાર્યક્રમ માં વિધાર્થીઓ અને તેમના પરિવારએ મોટો ફાળો આપ્યો હતો અને આ કાર્યક્રમ ને સફળ બનાવવા માં સ્કૂલના ટ્રસ્ટી શ્રી, આચાર્ય શ્રી તથા સ્ટાફમિત્રો હાજર રહ્યા હતા.

- text