મોરબીમાં ધરાર પ્રેમીએ યુવતીનું બાવડું પકડીને કારમાં બળજબરીથી બેસાડવાનો હીન પ્રયાસ કર્યો

- text


મોરબીના અંબિકા રોડ પર રહેતી એક યુવતીએ ઓટાળા ગામે રહેતા સુરેશ લક્ષ્મણ પરમાર સામે સિટી એ ડીવીજનમાં ફરિયાદ નોંધાવી હતીકે આ શખ્સ યુવતીને અવારનવાર વોટસપમાં તે મેસેજ કરીને ધરાર ફ્રેંડશીપ બાંધવી દબાણ કરતો હતો પરંતુ યુવતીએ તેનો સાફ ઇન્કાર કરી દીધો હતો દરમ્યાન ગઈકાલે યુવતી મોરબીની મહેન્દ્ર ડ્રાઈવ રોડ પર ભરાતી ગોલા બજાર પાસે હતી. તે દરમિયાન આરોપી ત્યાં ઘસી જઈને યુવતી નું બાવડું પકડી પોતાની કાર માં બળજબરીથી બેસાડવાની કોશિશ કરી ગાળો આપી જાન થી મારી નાખવાની ધમકી આપવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી

- text