મોરબી,વાંકાનેર અને માળિયામાંથી ત્રણ યુવતીઓ ગુમ

- text


મોરબી જિલ્લામાં યુવતીઓ ગુમ થવાની ઘટનાઓમાં ચિંતા જનક વધારો

મોરબી : ક્રાઇમ નગરી તરીકે પ્રસ્થાપિત થી રહેલા મોરબી શહેર અને જિલ્લામાંથી યુવતીઓ ગુમ થવાની ઘટનાઓમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે છેલ્લા એક માસમાં ડઝનબંધ ગુમસુધા નોંધ થયા બાદ ગઈકાલે એક જ દિવસમાં ચાર-ચાર યુવતીઓ ગમ થી છે જો કે એક કીસ્સમાં હજુ સુધી પોલીસને જાણ કરાઈ ન હોવાનું બહાર આવ્યું છે.

યુવતીઓ ગુમ થવાના કિસ્સામાં પ્રથમ બનાવામાં રમેશભાઈ કલાભાઈ સોલંકી, ઉવ.૪૬ ધંધો.મજુરી રહે.પીપળી તા.જી.મોરબી મો નં.૬૩૫૫૭૮૦૩૬૧ વાળાની પુત્રી કાજલ રમેશભાઇ સોલંકી, ઉવ.૨૦ તા.10ના રોજ લાલ પંજાબી ડ્રેસ પહેરી ઘરેથી નીકળી ગયેલ છે અને તેઓનો વાને ઘઉં વર્ણો, વાળ કાળા અને લાંબા છે, ઉચાઈ ૫.૪ ઈંચ છે, અને ધોરણ ૧૦ સુધી ભણેલા હોવાનું જાહેર થયું છે.

- text

જયારે બીજા કિસ્સામાં નલીનભાઈ કાનજીભાઈ લીંબાસીયા, રહે. કુંભારપરા, શેરી નં. ૫, વાંકાનેર મો.નં. ૯૬૮૭૫ ૬૨૭૮૭ વાળના પુત્રી ખુશાલીબેન પોતાની બહેનપણી ને ત્યા ચોપડી લેવા જવાનુ કહીને જતી રહેલ છે, તેઓ શરીરે મધ્યમ બાંધાના, વાને ઘઉંવર્ણી, મોઢુ ગોળ છે.

આ ઉપરાંત હરસુખભાઇ હરખાભાઇ અગેચણીયા રહે.જુના ઘાટીલા તા.માળીયા મી. જી.મોરબીવાળાએ ગુમસુધા નોંધ કરાવી છે જેમાં જલ્પાબેન સુરેશભાઈ અગેચણીયા રહે.જુના ઘાટીલા, તા.માળીયા મી. જી.મોરબી. વાને ઘઉવર્ણી મોઢુ ગોળ ઉ.વ.આશરે ૨૪ વર્ષ જે અભણ છે ગુજરાતી બોલી શકે છે. ઉચાઇ ૫’૫ ની છે. જમણા હાથે કાંડા મા ત્રાજવા થી અંગ્રેજી નો એક અક્ષર લખેલ છે. જો કોઈને ગુમ થનાર અંગે જાણ થાય તો નજીકના પોલીસ મથકે જાણ કરવા અપીલ કરવામાં આવી છે.

- text