મોરબી જિલ્લા કલેકટરના બંગલા સામે જ ગટરરાજ !!!

- text


વોર્ડ નં-૧૩ માં આવેલાં મંગલ ભુવન ચોક પાસે ગટરનાં ગંદા પાણી ઉભરાતાં વેપારીઓનું આરોગ્ય જોખમમાં : ઉગ્ર રજુઆત

મોરબી : મારુ મોરબી સ્વચ્છ મોરબીને બદલે મારુ મોરબી ગંદુ મોરબીના સૂત્ર સાથે પ્રજાને પીડા આપવાનું કામ કરી રહેલા મોરબી પાલિકા તંત્રની ઘોર લાપરવહીનો ઉત્તમ નમૂનો સામે આવ્યો છે જેમાં આમ જનતા તો ઠીક હવે જિલ્લાના રાજા ગણાતા કલેકટરના બંગલા સામે જ પંદર દિવસથી ગટર ઉભરાઈ રહી હોવા છતાં સમસ્યા ન ઉકેલતા આશ્ચર્ય સર્જાયું છે, જો કે આ મામલે જિલ્લા કલેક્ટરને બદલે આ વિસ્તારના વેપારીઓએ પાલિકાને ઉગ્ર રજુઆત કરી છે.

મોરબી પાલિકાનું તંત્ર કલકટરને પણ ન ગાંઠતું હોવાની છાપ વચ્ચે સ્વચ્છતા અભિયાનના મોટાં મોટાં બણગાં ફૂંકતી મોરબી નગરપાલિકા તંત્ર દ્વારા શહેરમા પૂરતી સાફ સફાઈ ન કરવામાં આવતાં મોરબીમાં ઠેર ઠેર ગટરનાં ગંદા પાણી ઉભરાતાં જોવાં મળે છે ત્યારે શહેરમાં જ્યાં જિલ્લાના રાજા નો બંગલો આવેલો છે તેવા મંગલ ભુવન ચોક પાસે છેલ્લાં પંદર દિવસથી ગટરનાં ગંદા પાણી રોડ પર ફરી વડતા તંત્રની પોલ છતી થઈ છે.

- text

જો કે આ ગટરનાં ગંદા પાણીથી રાહદારીઓ અને વેપારીઓ પંદર પંદર દિવસથી સહન કરી રહ્યા હોવા છતાં પાલિકાનું તંત્ર સમસ્યા દૂર કરવા ન ડોકાતા અંતે આ વિસ્તારના વેપારીઓએ લેખિત સ્વરૂપે ઉગ્ર રજુઆત કરી ગંદકીના કારણે આરોગ્યને નુકસાન થાય તો જવાભદાર કોણ તેવો ધગધગતો સવાલ ઉઠવવા છતાં હજુ સુધી પાલિકાએ સામાન્ય રાજા અને વેપારીઓ તો ઠીક પરંતુ જિલ્લા કલેકટરના બંગલાનો પણ ખ્યાલ ન કરતા નવાઈ લાગી રહી છે.

- text