મોરબીમાં શ્રમિકને દિવાળીની અનોખી ભેટ રૂપે હાથ મળ્યો !

- text


મશીનમા કામ કરતી વેળાએ છૂંદાઇ ગયેલા હાથને પુનઃ સાજો કરવાની ક્રિષ્ના મલ્ટીસ્પેશીયાલીટી હોસ્પિટલની અનેરી સિદ્ધિ

મોરબી : દીપાવલી પર્વે બોનસ રૂપે નાની એવી ભેટ મળે તો પણ ખુશખુશાલ બનતા શ્રમિક પરિવારને મોરબીની ક્રિષ્ના મલ્ટીસ્પેશીયાલીટી હોસ્પિટલ દ્વારા અનોખી ભેટ આપવામાં આવી હતી. સીરામીક ફેકટરીમાં કામ કરતા શ્રમિકનો હાથ મશીનમાં આવી જતા હાથ કાપવો પડે તેવી સ્થિતિમાં હોસ્પિટલના તબીબોએ જટિલ ઓપરેશન કરી 12 દિવસ બાદ આ શ્રમિકને સાજો સારો હાથ કરી દઈ દિવાળીના દિવસોમાં જાતે દીવડા પ્રગટાવે તેવી શુભ કામનાઓ આપી હતી.

મોરબી સિરામિક ફેકટરીમાં કામ કરતા દર્દીનો હાથ મશીનમાં આવી ગયો હતો . દર્દીને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પીટલમાં સારવાર માટે સૌપ્રથમ લઇ ગયા હતા. ત્યાંથી તેમને સૌરાષ્ટ્રની મોટી હોસ્પિટલોમાં જ તેમનો ઈલાજ થઈ શકશે એવું કહેવામાં આવ્યું. પછી તેઓ જામનગરની મોટી ખાનગી હોસ્પીટલમાં ગયા ત્યાં પણ તેઓને નિરાશા મળી અને ત્યાના ડોકટરે પણ દર્દીનો હાથ કાપવાની જ સલાહ આપેલ અને બચવાની શક્યતા જ નથી તેવું જણાવેલ .

- text

બાદમાં દર્દીના સગાએ જે ફેકટરીમાં કામ કરતા તેમના શેઠને ફોન કર્યો ત્યાર બાદ તેમના શેઠે મોરબીના ડો.વિનોદ કૈલા જોડે વાત કરીને દર્દીને મોરબીની જાણીતી ક્રિષ્ના મલ્ટીસ્પેશીયાલીટી હોસ્પિટલે લાવવામાં આવેલ.હોસ્પિટલ માં આવ્યા બાદ તરત જ ડો. વિનોદ કૈલા, ડો પ્રહલાદ ઉઘરેજા, ડો ગામઢા, ડો ભાલોડીયા , ડો હિતેશ ઠુમર અને તેમની ટીમે દર્દીને પાંચ કલાકની મહા મહેનત બાદ આવી સર્જરી ને સફળતાપૂર્વક પાર પાડ્યું હતું.

આ જટિલ ઓપરેશનમાં, લોહીની નસ, ચેતાતંતુની નસ ,ભાંગેલા હાડકા અને સ્નાયુને રીપેર કરવામાં આવ્યા.ઓપરેશન પછી એમને આઈ.સી.યુ.વિભાગ માં ડો.ભરત કૈલા,ડો,ધર્મેશ ભાલોડીયા,અને ડો ચિરાગ આદ્રોજા, (એમ.ડી.મેડીસીન) ની ટીમ હેઠળ સારવાર આપવામાં આવી હતી.૧૨ દિવસ બાદ દર્દીને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી હતી અને દિવાળી પર દર્દી પોતે તેના હાથેથી દીવડો પ્રગટાવે એવી ભાવના સાથે ક્રિષ્ના મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલની ટીમ તરફથી શ્રમિકના જીવનમાં ખુશીઓ ભરવામાં આવી હતી.

- text