મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની માન્યતા રદ્દ કરવા નોટિસ : ચકચાર

- text


ચુટણી મોકૂફ રાખવાના આદેશનો ઉલાળીયો કરનાર જિલ્લા પ્રાથમીક શિક્ષક સંઘને નોટીસને પગલે શિક્ષકોમાં સન્નાટો

મોરબી : મોરબી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘને ચૂંટણી મોકૂફ રાખવાના આદેશ આપ્યો હોવા છતાં આ આદેશનો ઉલળીયો કરવામાં આવતા ચોકી ઉઠેલા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની માન્યતા રદ્દ કેમ ન કરવી તે મતલબ ની નોટિસ ફટકારી સંઘનો ખુલાસો માંગતા સનસનાટી મચી જવા પામી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લામાં પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા બંધારણીય જોગવાઈનું ઉલ્લંઘન કરી સીઆરસી અને બીઆરસીને પણ સંઘની ચૂંટણી લડવા લીલીઝંડી આપતા આ મામલે શિક્ષકો દ્વારા વિરોધ કરવામાં આવતા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ગાંધીનગરથી માર્ગદર્શન ન મળે ત્યાં સુધી ચૂંટણીને મોકૂફ રાખવાનો હુકમ કર્યો હતો આમ છતાં સંઘે ફરી એક વાર જોહુકમી કરીને ડીડીઓ તથા ડીપીઇઓના આદેશનું ઉલ્લંઘન કરી ટંકારામાં પ્રમુખ અને ઉપપ્રમુખની નિમણુંક કરી હોવાની ફરિયાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને કરવામાં આવી હતી.

- text

વધુમાં છેલ્લા પંદર દિવસથી સત્રાંત પરીક્ષા વચ્ચે પરીક્ષા મોરબી જિલ્લા પ્રાથમિક સંઘની ચૂંટણી ચાલી રહી છે જેમાં સરેઆમ બંધારણનો ભંગ થવાની ફરિયાદ ડી.ડી.ઓ.ને થતા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ નિયામક ગાંધીનગર પાસેથી માર્ગદર્શન ન મળે ત્યાં સુધી ચૂંટણી પ્રક્રિયા મોકૂફ રાખવાનો પરિપત્ર કરેલ પરંતુ સૂત્રો મારફત મળતી માહિતી મુજબ એ પરિપત્રની સંઘ દ્વારા અમલવારી કરવામાં આવેલ નથી. સંઘે જોહુકમી કરીને ચૂંટણી પ્રક્રિયા મોકૂફ રાખેલ નથી. અને ટંકારા તાલુકામાં બી.આર.સી અને સી.આર.સી.ના પ્રતિનિધિની નિમણુંક કરવાની બાકી છે તેમજ બીજા ચુટાયેલા સભ્યો તેમજ તાલુકા શાળાના આચાર્યોએ કારબારીની રચનાનો બહિષ્કાર કર્યો હોવા છતાં વારંવાર અધિકાર પત્રક આપવામાં આવ્યા નથી. જેના કારણે પુરા પ્રતિનિધિની નિમણુંક આપેલ ન હોવા છતાં ટંકારા તાલુકામાં કારોબારીની ગેરબંધારણીય રીતે રચના કરી પ્રમુખ, મહામંત્રી, વગેરેની રચના થઈ છે અને અન્ય તાલુકામાં પોતાના સોગઠા ગોઠવી કારોબારીની રચનાનું આયોજન કરી ડી.પી.ઇ.ઓ.ના પરિપત્રનો ઉલાળ્યો કરવામાં આવ્યો હોવાની લેખિત ફરિયાદ કરવામાં આવી હતી.

બીજી તરફ મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.એન.દવે એ જણાવ્યું હતું કે શિક્ષકોની ફરિયાદને પગલે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના જવાબદારોને તાત્કાલિક ખુલાસો કરવા નોટિસ ફાટકારવામા આવી છે સાથો – સાથ જિલ્લા વિકાસ અધિકારીના આદેશના ઉલ્લંઘન બદલ સંઘની માન્યતા કેમ રદ્દ ન કરવી તે અંગે જો સંઘ દ્વારા યોગ્ય ખુલાસા નહિ કરવામાં આવે તો કડક પગલાં ભરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.

- text