મોરબીના માળીયા હાઇવે ઉપર ટ્રક પલટી મારી જતા ડ્રાઇવરનું મોત

- text


મોરબી : મોરબી માળીયા હાઇવે ઉપર ટીબડી ગામ નજીક ટ્રક ડ્રાઇવરે બે ફિકરાઈથી ટ્રક ચલાવતા ટ્રક પલટી જતા ડ્રાઈવરનું મોત નીપજ્યું હતું.

માળીયા મોરબી હાઇવે રોડ ઉપર કલ્યાણદાસ બાપુના આશ્રમ ની સામે
ટ્રક નંબર GJ-12BV-4909 વાળી પુર ઝડપે અને બેફીરાયથી મનુષ્યની જીદગી જોખમાય તેમ બેદરકારી ભરી રીતે ચલાવી ટ્રકને પલ્ટી મરાવી દેતા મુકેશરામ વાલમીકીરામ કંહાર ઉવ.૪૦ ધંધો-મજુરી રહે. બાલ ગાંધીધામ મીઠી રોહાર કચ્છ મુળ ગામ ગોવાચક થાના સરમેરા પો.સ્ટ સીધોલ જી.નાલંદા બિહાર વાળાનું મોત નિપજ્યું હતું.

- text

ઘટના અંગે ટ્રક નંબર GJ-12BV-4909ના ચાલક વિરુદ્ધ રાજરામ વાલમીકીરામ કંહાર ઉવ.૩૭ ધંધો.મજુરી રહેવાસી ગામ ગોવાચક થાના સરમેરા પોસ્ટ સીંધૌલ જી.નાલંદા રાજ્ય બિહારવાળાએ ફરિયાદ નોંધાવતા મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધ્યો છે.

- text